________________
૨૯
પરિણાએ ઈ. સ. ૧૯૩૦ થી ૩૨ ની આઝાદીની લડત દરમ્યાન બે વર્ષ જેલવાસ આવ્યો જે તેમણે સહર્ષ ભગવ્યો, અને - રાજકીય ક્ષેત્રમાં દેશની સ્વતંત્રતા માટે તમન્ના કેવી છે તે બતાવી આપ્યું. મુંબઈ પ્રાંતિક કેસ કમિટિમાં પણ તેઓ અવારનવાર ચુંટાઈ સેવા કરતા.
તેમનું જીવન એકમાર્ગીય ન હતું, સર્વદેશીય હતું. જેવો તેમને ઉજજવળ કર્મચંગ હતું તેવો જ ઉજજવળ જ્ઞાન હતે.
તેઓનું વાંચન વિશાળ હતું. જેનસાહિત્યના ઊંડા અભ્યાસી અને તત્ત્વચિંતક હતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાને પણ અભ્યાસ કરેલો. તેમને નાનપણથી સાહિત્ય વાંચનનો, પત્રો વાંચવાને શેખ હતા.તેઓ વિદ્યાર્થી અવસ્થામાંથી લેખનપ્રવૃત્તિ તરફ વળેલા હતા. ભાવનગરમાં તેમના કાકા સ્વ. કુંવરજીભાઈ આણંદજી. એ શરૂ કરેલ જેન ધર્મ પ્રસારક સભા મારફત શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં નિયમિત મૌક્તિક”ના ઉપનામથી વિદ્વત્તાભર્યા લેખ લખતા.
સાક્ષરોની સાહિત્ય પરિષદ સાથે જોડાયેલા હતા અને એક સાક્ષર તરીકે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો અને ચર્ચાઓ કરતા.
તેઓનું લેખન સાહિત્ય બહેળું આપણી સમક્ષ પડયું છે કે જેના ઉપર વિદ્વાનેએ પ્રશંસાના પુપો વેર્યા છે.
મુખ્યત્વે તેઓએ જૈન પૂર્વાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચને કરેલા છે. સૌથી પ્રથમ ઈ. સ. ૧૯૦૯માં