________________
તરીકે રહી સંસ્થાને વ્યવસ્થિત ચાલુ જમાનાને અનુરૂપ બંધારણીય બનાવવામાં અને તેના પ્રત્યેક કાર્યમાં ઘણે કિંમતી ફાળો આપ્યો છે અને તે સેવા તેમની ધર્મ તરફની શ્રદ્ધા અને ભાવના બતાવે છે. | તીર્થ અંગેના ઝઘડાનો કેસ ચાલ. જે કેસ લડવા છેવટે લંડનમાં પ્રિવી કાઉન્સિલમાં જવું પડયું તે તે કેસ માટે વિલાયત ગયા અને પોતાની કાયદાની કુશાગ્રતા બતાવી, તીર્થ પ્રત્યેની ભાવના અને ફરજ અદા કરી બતાવી અને કેસમાં સફળતા પ્રાપ્ત કરી આવ્યા.
તેઓ વિશાળ દષ્ટિવાળા, વિકાસશીલ માનસવાળા અને જાહેરની પ્રત્યેક પ્રવૃત્તિમાં રસ લેવો જોઈએ તેવો વિચાર ધરાવનાર હતા જેથી જેને સમાજ અને ધર્મના ક્ષેત્ર પૂરતી મર્યાદિત પિતાની સેવાને ન રાખતા સમસ્ત હિંદુસ્તાનની પહેલા નંબરની ગણાતી મુંબઈ મ્યુનિસિપલ કોરપોરેશનના એક અગ્રગણ્ય સભ્ય તરીકે ઈ. સ. ૧૯૨૮ માં પહેલી વખત ચુંટાઈ છૂટા છૂટા પંદર વર્ષ સેવા આપી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રાષ્ટ્રસેવકે જેલયાત્રાએ ગયા ત્યારે મુંબઈ મ્યુનિસિપાલિટીમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી તેમણે કાર્ય કરી એક નેતા તરીકેની કાર્ય. દક્ષતા બતાવી આપી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની લડતની હાકલ કરી એટલે સેવાનિઝ આત્મા કેમ રહી શકે? તેમનું ક્ષેત્ર સંકુચિત ન હતું. પિતાની દેશ તરફની ફરજનું ભાન હતું જેને