________________
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ભાવનગરમાં ભરાણ તેની સફળતામાં તેઓએ કિંમતી સેવા આપેલ. ત્યારથી તે સંસ્થાના પ્રત્યેક કાર્યમાં તેઓ મુખ્ય હોય. તેઓ કહેતા કે જૈન સમાજને ટકવા અને અવાજ રજૂ કરવા માટે “કેન્ફરન્સ” સિવાય ચાલે તેમ નથી. તેના ઉત્કર્ષ અને તે દ્વારા સમાજના વિધવિધ પ્રશ્નોમાં માર્ગદર્શન અને કિંમતી સેવા અર્પે છે, સાથે તે સંસ્થાને અનેક ઝંઝાવાતમાંથી પસાર થવું પડેલ છે તેમાંથી ટકાવી રાખવામાં તેઓને ફાળે અદ્દભુત હતું. કેન્ફરન્સના ઈતિહાસમાં તેઓની સેવા સદાય અમર રહેશે.
તેઓ માંગરોળ જેન સભા અને કન્યાશાળા, શ્રી ઘવારી વિસા શ્રીમાળી જેન દવાખાનું, તેમ જ કેળવણીની ઘણું સંસ્થાઓ સાથે અગ્રસ્થાને જોડાએલા હતા.
ઘર્મની કે સમાજની કેઈ પણ સંસ્થાને બંધારણની કે કાયદાની સલાહ મેતીચંદભાઈની જ હેય.
શેઠ દેવકરણ મૂળજીની ચૌદ લાખની બાદશાહી સખાવતનું ટ્રસ્ટ કરાવનાર અને તેના એક ટ્રસ્ટી તેઓ હતા. તે ટ્રસ્ટને મુશ્કેલ પરિસ્થિતિમાંથી સાંગોપાંગ પાર ઉતારી મહાવીર જેને વિદ્યાલયને જે ઉપગી ચેજનાપૂર્વકનું લાભકારક કાર્ય કરી આપ્યું તે એક ટ્રસ્ટી તરીકેની કાર્યકુશળતા અને સેવાભાવના બતાવે છે. શેઠ દેવકરણ મૂળજી જેન સસ્તા ભાડાની ચાલના પણ અન્તસુધી તેઓ ટ્રસ્ટી હતા.
આ પુસ્તક બહાર પાડનાર શ્રી ગોડીજી મહારાજ જેન દેરાસર અને ધર્માદા ખાતાના તેઓ ઘણા સમય સુધી ટ્રસ્ટી