________________
એફિસે સોલિસિટસ તરીકેના ક્ષેત્રમાં ઘણી વિદ્વત્તાભરી ઉન્નત કક્ષાની નામના મેળવી છે.
જૈન સમાજની જાણીતી વ્યક્તિ અને તેમના કાકા સ્વ. કુંવરજીભાઈ આણંદજીના ખેાળામાં તેએ ઉછરેલા અને તેમના ધર્મના સ`સ્કાર, સાહિત્ય, ઊંડા અભ્યાસ અને વ્યવહાર કુશળતા વગેરે પ્રાપ્ત કરેલ.
ચાલીશ વરસ સુધી સેોલિસિટર તરીકેની ચશસ્વી કારકીર્તી ભાગવી તદ્દઉપરાંત જાહેર જીવનના અનેક ક્ષેત્રામાં કિંમતી સેવાઓ અર્પી છે. તેમાંય જૈન સમાજની એવી એકે પ્રવૃત્તિ નહિ હોય જેમાં સ્વ. માતીચંદ્રભાઈનું નામ અગ્ર-સ્થાને જોડાયેલ નહિ હાય.
તેઓ કેળવણીમાં ખૂબ માનતા. પેાતાના પુત્રોને વિલાયત માલી ઉચ્ચ શિક્ષણ અપાવેલ છે. તેઓ કહેતા કે-જે પિતા પેાતાની બધી શક્તિ પુત્ર, પુત્રીના શિક્ષણમાં ખર્ચ તે સાચા વારસા આપનાર ગણાય છે.
મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ માટે જૈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની મુશ્કેલી હતી તે માટે પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી અને તે સમયના આગેવાન શેઠ મેાતીલાલ મૂળજી અને શેઠ દેવકરણ મૂળજીના સહકારથી ઈ. સ. ૧૯૧૬ માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી અને જીવનના અંત સુધી તેના પ્રાણ બની તેના ઉત્ક માં સેવા અર્પી. આજે તે સંસ્થા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં જે ઉચ્ચ કક્ષાનું કાર્ય કરી રહી છે તે તેમની સેવા, શ્રમનું આદશ પરિણામ અને પ્રતીક છે,