________________
નામાંકિત નાગરિક
નોંધાવત પૂજન. આ પૂજન ખૂબ વિસ્તારથી કરવામાં આવે છે. ખિમ ચળ હાય તા આવત વિધિ કરીને તેના ઉપર ખિમની સ્થાપના કરવામાં આવે છે અને બિંબ સ્થિર હાય તા તેની સન્મુખ અથવા વેદી ઉપર નંદ્યાવનું પૂજન થાય છે. એની વિધિ ખૂબ જોવા જેવી હાય છે. એમાં શ્રીવર્ણીના પાટલા ઉપર કપૂર અને ચંદનથી સાત વાર લેપ કરવામાં આવે છે. એના ઉપર નવ ખૂણાવાળા નંદ્યાવત આલેખવામાં આવે છે. એની જમણી બાજુ સૌધર્મેદ્રની અને ડાબી બાજુ ઇશાને દ્રની સ્થાપના કરવાની હોય છે અને નીચે શ્રુતજ્ઞાનની સ્થાપના કરવામાં આવે છે. વચ્ચેના ભાગમાં ગાળ વલય કરવાનુ અને તેની ક્રૂરતા આઠ ગૃહ રચવાના હોય છે. આ આઠ દળમાં અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, જ્ઞાન, દેન અને ચારિત્રની સ્થાપના કરવામાં આવે છે.
આ
આઠ વલયની પરિધિમાં વલય કરવું. તેની ચારે દિશામાં ચાવીશ દળની સ્થાપના કરવી. તેમાં મરુદેવી, વિજયા, સેના, સિદ્ધાર્થા, મંગલા, સુસીમા, પૃથ્વી, લક્ષ્મણા, રામા, નંદા, વૈષ્ણવી, જયા, શ્યામા, સુયશા, સુત્રતા, ચિરા, શ્રીદેવી, પ્રભાવતી, પદ્માવતી, વપ્રા, શિવા, વામા અને ત્રિશલાની સ્થાપના કરવામાં આવે છે. પરિધિમાં મ`ડળ કરી તેમાં સેાળ દળ રચી તેમાં રોહિણી, પ્રજ્ઞતિ, વજાશૃંખલા, વજા કુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગંધારી, મહાજવાલા, માનવી, અશ્રુતા, વૈરાય્યા, માનસી અને મહામાનસીની સ્થાપના કરવી.
તેની બહાર પરિધિ કરીને ચાવીશ દળ કરવા, તેમાં ૨૪ દેવાની સ્થાપના કરવાની હાય છે. ચાવીશ દેવા-સારસ્વત,
૨૦૮