________________
શેઠ મોતીશાહ
२७७ દશ દિકપાળ પૂજન-નવગ્રહના પૂજન સાથે જ દશ દિકપાળોનું પૂજન બીજા પાટલા ઉપર થાય છે. આ પૂજન વખતે પ્રારંભમાં મધ્યમાં આવી સર્વ શિક્ષાને આમંત્રણ કરવાનું હોય છે. દિપાળે નીચે પ્રમાણે હોય છે.
પૂર્વ દિશામાં-ઇંદ્ર અગ્નિ ખૂણામાં અગ્નિ દક્ષિણ દિશામાં-યમ નૈઋત્ય ખૂણામાં-ચૈત પશ્ચિમ દિશામાં–વરુણ વાયવ્ય ખૂણામાં–વાયુ ઉત્તર દિશામાં-ધનદ ઈશાન ખૂણામાં-ઈશાન - ઊર્વ દિશામાં–બ્રહ્મનું અધે દિશામાં–નાગ
આ પૂજનમાં પણ આળેખ, મંત્ર, વસ્ત્ર, પુષ્પ, નૈવેદ્ય અને માળા અલગ અલગ હોય છે તે વિધિ જાણનાર પાસેથી જાણી લેવા તેમજ બિનપ્રતિષ્ઠાવિધિ છપાયેલ છે તે વાંચવી.
જ્યારે નવગ્રહ કે દશદિકપાળના પૂજનમાં માળા ગણવામાં આવે છે ત્યારે સુમધુર સંગીત પદ્ધતિસર ચાલે છે અને સ્તુતિ થઈ રહે છે ત્યારે નેબત, વાજા વિગેરેનો સમૂહ વનિ કરી આવાહન કરવામાં આવે છે. આ નવગ્રહ અને દશદિપાળનાં પૂજન ભવ્ય હેઈ આકર્ષક બને છે અને જરૂર જોવાલાયક છે.
અષ્ટમંગળ પૂજન. ૧ સ્વસ્તિક (સાથીઓ), ૨ કળશ, ૩ શરાવળાનું યુગળ. ૪ બે મત્સ્ય. ૫ નંદાવર્ત સ્વસ્તિક. ૬ ભદ્રાસન. ૭ શ્રીવત્સ અને ૮ દર્પણ. આ આઠ મંગળ છે. એને ખરી રીતે તે હાથે ચીતરવાના હોય છે. એના પાટલા પર પૂજન દ્રવ્ય મૂકાય છે અને એના પાટલાને સફેદ વસ્ત્રથી બાંધી એને નવગ્રહ અને દશદિક્ષાલના પાટલાની વચ્ચે મૂકવામાં આવે છે.