________________
૨૭૬
નામાંકિત નાગરિક ગુરુનું બૃહસ્પતિનું આવે છે. એને આળેખ ગેરચંદનથી, પૂજા વાસચૂર્ણથી, પુષ્પ ચંબેલીનું, વા પીળા રંગનું ફળ બીર અને નૈવેદ્યમાં ચણાની દાળને લાડે મૂકવાનું હોય છે. દેવગુરુને જાપ કેરબાની કે સેનાની માળાથી કરવાનું હોય છે.
સૂર્યના મધ્ય સ્થાન ઉપર વચલા વિભાગમાં મથાળે શુકનું છઠું સ્થાન આવે છે. એને આળેખ સુખડથી દોરવાને, પૂજા પણ સુખડની કરવાની, પુષ્પમાં મેગરા અથવા જાઈનું, વસ્ત્ર ધળું, ફળમાં બિરુ અને નૈવેદ્યમાં ઈંસદળને લાડુ મૂકવાને હોય છે. શુકને જાપ સ્ફટિક કે રૂપાની માળાથી કરવાનો હોય છે.
સાતમે ગૃહ શનિ આવે છે. એનું સ્થાન વચ્ચે સૂર્યની નીચે હોય છે. એને આળેખ ચૂવા કસ્તુરીના મિશ્રણથી કરી, પુષ્પમાં બેલસીરી કે દમણે, વસ્ત્ર આસમાની રંગનું, ફળમાં ખારેક, લાડુ અડદન અને માળા અલબેરની ગણવાની હોય છે.
એની જમણી બાજુએ આઠમા ગૃહ રાહુનું સ્થાન આવે છે. આળેખ શનિ પ્રમાણે, પુષ્પ મચકુંદનું કપડું કાળું, ફળમાં શ્રીફળ, લાડું અડદદાળને અથવા તલવટને અને માળા અકલબેરની.
શનિની ડાબી બાજુએ નીચે કેતુનું સ્થાન આવે. એને આળેખ યક્ષકઈમથી, પુષ્પ પંચવર્ણનાં, વસ્ત્ર શ્યામ-સેસની રંગનું, ફળમાં દાડમ અને અડદની દાળને લાડુ પૂજન માટે ધરાય છે. આ રીતે નવગ્રહ પૂજન થાય. છેલ્લે ગૃહશાંતિ સ્તોત્ર બેલાય. આ વખત ધૂપ ચાલ્યા કરે. ચારે તરફ શાંતિ હોય અને વાતાવરણમાં રસની જમાવટ વધે એવા સર્વ બાહ્યોપચારે સ્થાયેલા હોય છે.