________________
શેઠ મેતીશાહ
૨૭૫ સાથે કરવામાં આવે છે. બાકીને વખત મચ્ચાર થાય છે ત્યારે નિરવ શાંતિ રાખવામાં આવે છે અને છેવટે અર્થ આપી આવાહન કરવામાં આવે ત્યારે ઢોલ, શરણાઈ, નગારા નેબતને ગડગડાટ થાય છે. આ પૂજનનું દશ્ય બહુ ભવ્ય થાય છે અને ખાસ જોવા જેવું હોય છે.'
પૂજનના પાટલાની ઉપરની જમણી બાજુએ ત્યારપછી ચંદ્રનું આવાહન થાય છે. એને આળેખ એકલા સુખડનો થાય છે. પૂજન બરાસયુક્ત સુખડનું થાય છે. એને માટે શ્રત નૈવેદ્યમાં મમરાનો અથવા ઘંસદળને લાડ ચઢાવવાને હોય છે. જાપ વેળા સ્ફટિકની નવકારવાળીથી કરવાનું હોય છે.
જમણી બાજુ ચંદ્રના સ્થાનની નીચે મંગળનું સ્થાન આવે છે. એને આળેખ રતાંજલિથી થાય છે. પૂજા કેશરથી, પુષ્પ જાસુદનું, વસ્ત્ર લાલ, ફળમાં રાતી સોપારી અને નૈવેદ્યમાં ગેળધાણીને લાડ. જા૫ રાતા પરવાળાની નવકારવાળીથી કરવાનું હોય છે. | ડાબી બાજુએ મથાડે ત્યાર પછી ચોથું સ્થાન બુધનું આવે છે. એને આળેખ સુખડ કેસર કસ્તૂરીથી થાય છે. વાસચૂર્ણથી એની પૂજા થાય છે. ફૂલ ચંપકનું, વસ્ત્ર નીલવર્ણનું ફળ નારંગી કે સીતાફળ અને નૈવેદ્યમાં મગદળને લાડ મૂકવાને હોય છે. અર્થ–આવાહનના મંત્ર જૂદા પણ પૂર્વવત્ પ્રત્યેક સ્થાને કહેવાના હોય છે. બુધનો જાપ કેરબાની માળાથી કરવાનું હોય છે.
બુધની નીચે ડાબી બાજુ પ્રથમ વિભાગમાં પાંચમું સ્થાન