________________
૨૭૪
નામાંકિત નાગરિક સાથે નવ ગ્રહનું સુંદર દશ્ય પણ કરવામાં આવે છે. ગ્રહો નવ છે. ૧. આદિત્ય, ૨. સેમ (ચંદ્ર), ૩. ભૌમ (મંગળ), ૪. બુધ, પ. બૃહસ્પતિ, ૬. શુક, ૭. શનિ, ૮. રાહુ અને ૯, કેતુ
પાટલા ઉપર સ્થાપના નીચે પ્રમાણે થાય છે. છે નમઃ બુધાય. ૪ છે નમઃ શુકાય. નમક સમાય. ૨ નમ ગુરવે. ૫ નમઃ સૂર્યાય. ૧ જીનમાં ભરાય. ૩ નમઃ કેતવે. ૯ »નમ શનૈશ્ચરાય. ૭ નમઃ રાહ. ૮
શરૂઆત આદિત્ય(સૂર્ય) પૂજાથી થાય છે. તેનું સ્થાન વચ્ચે છે. પ્રથમ એના સ્થાનની ચારે બાજુએ ચંદનવડે અઘેડાની કલમથી આળેખ થાય. ત્યારપછી એમને પરિવાર સાથે પધારવા વિજ્ઞપ્તિ થાય. (એને આવાહન કહેવામાં આવે છે.) અષ્ટ દ્રવ્યથી ત્યારપછી એની પૂજા થાય છે. પરવાળાની નવકારવાળીથી “છે નાંસૂર્યાય સરિણાય નમો નમક સ્વા” એનું ધ્યાન કરાય છે. એક આખી માળા ગણવાની હોય છે. છેવટે હાથની પસલીમાં વાસ-ચોખા અને જળ લઈ મંત્રોચ્ચારવડે એને અધ્યે આપવામાં આવે છે અને હાથ જોડી તેની પ્રાર્થના કરવામાં આવે છે.
અષ્ટ પ્રકારી પૂજામાં પ્રથમ પૂજા ગંધ( ચંદન)ની, પછી વસ્ત્રની આવે તેને રંગ બદલાયા કરે છે. સૂર્યને માટે લાલ વર્ણનું વસ્ત્ર રાખવાનું હોય છે. ફૂલ કણવીરનાં, ફળમાં દ્રાક્ષ મૂકવાની અને નેવેદ્યમાં ગોળધાણા કે ચૂરમાને લાડવો મૂકવાનું હોય છે.
આ રીતે નવે ગ્રહોની પૂજા ખૂબ વિસ્તારથી ચાલે છે. એના ધ્યાનની માળા ગણવામાં આવે ત્યારે સુંદર સંગીત સાજ