________________
નામાંકિત નાગરિક મેલું એકઠાં થવા દેવામાં આવતાં હતાં અને એ રીતે બની શકતી સર્વ રીતે આવનાર સંઘની, યાત્રાળુઓની, સાધુ સાધ્વીએની સગવડ જળવાઈ જાય તે માટે ગોઠવણ ચીવટપૂર્વક કરવામાં આવી હતી. લોકેની જમાવટ આ રીતે થઈ, તેમને સ્થાન પર લઈ આવવામાં આવ્યા, લાખે કે આવી ગયા અને વધારે આવતા ગયા. હવે તે પ્રસંગે પ્રતિષ્ઠાવિધિને મહોત્સવ કેવી રીતે થયે તેની વિગતે જોઈએ.
જળયાત્રા ચારે તરફ લેકમેદની જામતી રહી હતી, દરરોજ હજારે નવીન યાત્રાળુઓ અને ભક્તજને આવ્યા જતા હતા, ઉતારા તંબૂ અને જમણની ધમાલ ચાલી રહી હતી અને આડે હથરાણ લેકે ચડ્યા હતા. તે વખતે સર્વના મુખ પર આનંદ અને જીભમાં પ્રશંસા છવાઈ રહ્યા હતા. મહે
ત્સવની શરૂઆત જળયાત્રાના મેટા વરઘોડાથી થઈ. જેનશાસ્ત્રને નિયમ છે કે આવા મહાન પ્રસંગ માટે તીર્થનાં જળ એકઠાં કરવાં. તીર્થભૂમિમાં ચમત્કારિક પરમાણુઓ હોય છે. જ્યાં મહાન પુરુષ નિર્વાણ પામ્યા હોય ત્યાં તેમનાં પરમાણુઓનાં અવશેષે રહી ગયાં હોય તેમાંથી એકાદને સંબંધ કે સંસર્ગ થઈ જાય તે શાંતિ જામી જાય છે. અન્ય ક્ષેત્રમાં કરેલાં કર્મો તીર્થભૂમિમાં નાશ પામે છે. એ પવિત્ર જળમાં પણ શાંતિ હોય છે, ઠંડક હોય છે, સમભાવ હોય છે. ખાસ માણસે મેકલી અનેક તીર્થનાં જળ આવા મહોત્સવ પ્રસંગેએ મંગાવવામાં આવે છે. ૧૮ (અઢાર) સ્નાત્રમાં જુદી જુદી ઔષધિઓ પાણીમાં નાખીને સ્નાત્ર કરાય છે. શેઠ ખીમચંદભાઈએ અનેક