________________
૨૬૫
શેઠ મોતીશાહ તંબૂ રાવટી નાખવામાં આવતા હતા એટલે એક વિભાગના બીજા લેકે આવે તે આગળથી આવનારને શોધી શકતા હતા. મેટે મેળો એકઠા થયા હતા અને જાતે જ હતું એટલે
સ્થાનની ગોઠવણ પણ મોટા પાયા ઉપર અને વ્યવસ્થાસર કરવાની હતી. આ કાર્ય જૂદા જૂદા નિષ્ણાત અને કાર્યરસિકેને સોંપવામાં આવ્યું હતું. એ કાર્ય એટલી સારી રીતે થયું હતું કે લેકોને પિતાનું સ્થાન મેળવવાની અને અન્યને મળવામાં અગવડ પડતી નહોતી. એક સ્થાને તપાસ કરવાની જગ્યા(ઈન્કવાયરી ઓફિસ)ની પણ વ્યવસ્થા રાખી હતી, એટલે કેને ક્યાં શોધવા તેને પત્તો મળી જતું હતું. લાખે માણસે એકઠું થયું, છતાં જેમ આવતા જાય તેમ દૂધમાં સાકર ભળી જાય તેમ અંદર અંદર વ્યવસ્થા થઈ જતી હતી. અત્યારનાં અવરજવરનાં સાધના પ્રમાણમાં તે વખતે તે બાબતમાં ઘણી અલ્પતા હતી, તે વખતે મોટર લેરી કે રેલ્વે, મોટર કે ટેકસી હતાં નહિ, છતાં કઈ પ્રકારની સગવડમાં ખામી આવવા દીધી નહિ. એ વ્યવસ્થાશક્તિની ખૂબી બતાવે છે. સ્થાન–ગોઠવણુ માટે વ્યવસ્થા કરનાર અમુક માણસે હતા, દિવાબત્તીની વ્યવસ્થા માટે જુદા માણસે હતા, રસેડાની વ્યવસ્થા એક વગદાર વર્ગના હાથમાં સેંપવામાં આવી હતી, ધર્મક્રિયા મંડપ બાંધવાનું કામ અન્યના હાથમાં હતું અને આવેલા સાધુ, સાદેવીની વૈયાવચ્ચ કરનારા અનેરા હતા. લેકસુખાકારી અને આરોગ્ય માટે શરૂઆતથી ખૂબ ચીવટ રાખવામાં આવી હતી અને તેને માટે તે એક આખે વર્ગ ખડે પગે કામ કરી રહ્યું હતું. કઈ પણ ઠેકાણે કચરે, પૂજે કે