________________
શેઠ મેાતીશા
३६७
તીનાં જળ એકઠાં કર્યાં હતાં. ગંગા જેવી નદીનાં પાણી, સમેતશિખર, ગિરનાર, આબૂ, તારંગાનાં જળ અને એમ ખૂબ મોટી સંખ્યામાં પરિમિત જળ એકઠાં કરવાં ઉપરાંત બહુ સારી કોટીના પૂરમાં મહાપવિત્ર શ્રી શત્રુંજય નદીનું જળ લાવવા જળયાત્રાના વરઘેાડા પાસવદ ૧૦ ને રાજ ચઢાવ્યો. શત્રુ...જયા ની તા પાંચ છ માઈલ દૂર છે, ત્યાં સ્નાન કરી ત્યાંથી પવિત્ર જળ લાવવામાં આવ્યું એને તળાટીની લગભગથી વરઘાડા ચઢાવી એ જળને મંડપમાં લાવવામાં આવ્યું. સધવા સ્ત્રીઓને માથે પાણીના કુંભા શાભી રહ્યા. ભગવાનના રથની પાછળ પવિત્ર જળથી ભરેલા હજારો કુંભા અને સુંદર વજ્રાલ કારમાં સજજ થયેલ યુવતીએના મસ્તક પર એના અળકાટ અતિ આકષ ક હતા અને આ રીતે જળયાત્રાના વરઘેાડાથી વદ દશમીને રાજ મહેાત્સવની શરૂઆત થઈ. જળચાત્રાના વરઘાડા આવા મહાન મહાત્સવનું' અગત્યનું અંગ ગણાય છે અને એમાં સ્ત્રી પુરુષાને તેમજ બાળક ખાલિકાઓને સ ને ભાગ લેવાના હાઇને ખૂબ આનંદ આવે છે. ઉત્સવપ્રિયાઃ વહુ માનવાઃ મનુષ્યાને ઉત્સવ બહુ પ્રિય હોય છે અને આખી મનુષ્ય જાતિની એ ખાસીઅત છે. આકાર ક્રૂરતા જાય છે, પણ અંદરના મુદ્દો એ જ રહે છે. અસલ રથમાં બેસતા હોય તા અત્યારે મેટરમાં બેસે, અસલ પીતળપાનાની કમાના થતી હાય । અત્યારે લીલાતરીના મંડપ નંખાય, અસલ ઢાલ તાંસાં વાગતાં હાય તા અત્યારે બેન્ડવાજા વાગે—પણ ઉત્સવની અંદરના મુદ્દો તા એક જ હેાય છે. આવી રીતે જળયાત્રાના ભવ્ય વરઘેાડા નીકળ્યો. ખીમચંદભાઈ રથમાં પ્રભુને લઈને