________________
શેઠ મોતીશાહ
૨૫૩
લેકે જેને હાલમાં પ્રતિષ્ઠા વિધિ કહે છે તેને શાસ્ત્રીય ભાષામાં ‘બિંબપ્રવેશ મહોત્સવ કહેવામાં આવે છે. આ બન્ને વિધિ તદ્દન જૂદી છે એટલે આપણે તે આ વર્ણનમાં શાપરિભાષાના શબ્દો વાપરશું જેથી કઈ પ્રકારની ગેરસમજુતી ન થાય. જ્યાં પ્રતિષ્ઠા” શબ્દ આવે ત્યાં લેક પરિચિત
અંજનશલાકા” અર્થ સમજ અને જ્યાં “પ્રવેશ મહત્સવ' શબ્દ આવે ત્યાં પરિચિત લેકભાષામાં હાલ વપરાતે પ્રતિષ્ઠા શબ્દને ભાવ સમજ. આ પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રવેશ મહોત્સવ બહુ વિસ્તારથી પાલીતાણા શહેરમાં ઉજવાય છે તેની વિગત આપણે જોઈએ.
વિશાળ કુંતાસર જેવા ખાડાને પૂરવાની અશકય જેવી ગણાતી વાતને શક્ય કરનાર અને તળાવને પૂરી તે પર દેવવિમાનની રચના કરનાર ભવ્ય સાહસિક નર તે ચાલ્યા ગયા, પણ તેની પાછળ તેની ભાવનાને સમજનાર અને ઈચ્છાને માન આપનાર પુરુષે મુક્તા ગયા હતા. શેઠ ખીમચંદભાઈ બહુ સાહસિક નહોતા, પણ ધર્મભાવનામય, ભક્તિભાવરસિક અને પિતાના હુકમને માનનાર અને ઈરછાને અમલ કરનાર હતા. એમનામાં ભેળપણ અને સાથે રાજવૈભવ માણવાની ભવ્યતા હતી. એમની સલાહમાં શેઠની ભાવનાને બરાબર સમજનાર અને કામને પાર પાડવાની અસાધારણ શક્તિ ધરાવનાર વ્યાપારી ધર્મભાવી પંચાતી આ–સલાહકાર અને સંબંધીઓને મોટે સમુદાય હતે. એ આખા સમુદાયને મોતીશાહ શેઠ તરફ પૂજ્યભાવ હતો, એની ધર્મ ભાવનાને અમલ કરવાની તમન્ના હતી અને શેઠ જાણે હયાત હોય અને પિતે