________________
૨પર
નામાંકિત નાગરિક વગર તેને સ્પર્શ પણ કરાય નહિ એટલી પવિત્રતા તેમાં આવી જાય છે. આ પ્રાણપ્રતિષ્ઠાની વિધિને શાસ્ત્રકાર પ્રતિષ્ઠા કહે છે. પ્રતિષ્ઠા એટલે ઈશ્વરપણાની-ઐશ્વર્યની સ્થાપના-આરે પણ. આવી વિધિ આટલા વિસ્તારથી કરવી જ જોઈએ કે પ્રતિમાપ્રતિષ્ઠાપનની સાદી વિધિ છે કે નહિ વગેરે સવાલને અત્રે સ્થાન નથી. અત્રે કહેવાની હકીક્ત એ છે કે-આવી વિસ્તૃત વિધિ કરવામાં આવે તેને શાસ્ત્રકાર પ્રતિષ્ઠા કહે છે અને અમુક મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ એમ જ્યારે કહેવામાં આવે ત્યારે તે પૂજ્ય-પૂજનિક, પૂજા કરવા ગ્ય થઈ એ અર્થ સમજવાને છે. આ પ્રતિમા–પ્રતિષ્ઠા પન વિધિને લેકભાષામાં “અંજનશલાકા” કહેવામાં આવે છે.
પ્રતિષ્ઠિત પ્રતિમાને અમુક દેરાસર, મંદિર કે સ્થાનમાં સ્થિર કરવામાં આવે, બેસાડવામાં આવે તે પણ એક રીતે પ્રતિષ્ઠા કહી શકાય, કારણકે એના મંદિરમાં પ્રતિમાની સ્થાપનાની વાત મુખ્યપણે આવે છે. આરસના પ્રતિમાને અમુક સ્થાને બેસાડ્યા પછી ત્યાંથી તેને ફેરવવામાં આવતા નથી, તેથી તે વિધિને લેકભાષામાં પ્રતિષ્ઠા ” કહેવાનો રિવાજ પડી ગયા છે. એને શાસ્ત્ર પરિભાષામાં “બિંબપ્રવેશ” કહે છે. કારણ પ્રાપ્ત થયે એક શહેરથી બીજે શહેર પ્રતિમાને લઈ જઈ ત્યાંના મંદિરમાં વિધિપૂર્વક બેસાડવામાં આવે છે. તે પ્રસંગે જે મહત્સવ કરવામાં આવે છે તેને પણ લેકે પ્રતિષ્ઠા મહોત્સવ કહે છે. એ મહોત્સવ બહુ વિસ્તૃત વિધિથી અને સામાન્ય વિધિથી થાય છે, પણ અહીં સ્પષ્ટ કરવાની વાત એ છે કે