________________
૨૫૪
નામાંકિત નાગરિક
કામ કરે એવી રીતે કામ આપવાની આકાંક્ષા હતી. એ સવમાં શેઠ અમરચંદ ખીમચંદ દમણીનું નામ અગ્રસ્થાને આવે છે. એમણે શેઠ ખીમચંદભાઈનું પ્રધાનપદ લીધું હતું અને સધયાત્રા અને મહાત્સવમાં મુખ્ય કાર્ય તેમની દેખરેખ નીચે થતું હતું. શેઠ ખીમચંદભાઈ ના નામે હુકમે નીકળતા પણ એ હુકમની પાછળ વિચારણા અને પદ્ધતિની સવ ગોઠવણ શેઠ અમરચંદ ઇમણીની હતી, તે હવે પછી જોવાશે. બાકી તા કલાણુજી કાનજીના પુત્ર દીપચંદભાઇ જેએ ખાલાભાઇના નામે માતીશાહ શેઠની ટુંકની પાછળ ટુંક બંધાવી જાણીતા થયેલા છે તે તેમજ ફૂલચંદ કપુરચંદ ગેાધારી (શેઠના મુનીમ ) અને બીજા ખૂબ સહાયમાં હતા. શેઠ હેમાભાઈ જાતે આખા વખત હાજર હતા અને શેઠ હઠીસીંગ કેશરીસીંગ તા પાતાના ઘરનુ કાય હાય એ રીતે કામ આપી રહ્યા હતા. એટલે કુતાસરને પૂરનારની દુઃખદ ગેરહાજરી છતાં આ પાકા વહેવારુ માણસોએ એમની ગેરહાજરી જણાવા ન દીધી અને જાણે શેઠ હાજર હેાય તેવી રીતે કામ આગળ ધપાવ્યું. તે વખતે દેશ-પરદેશના સંદેશ લઈને લગભગ એક હજાર સંઘવીએ આવ્યા હતા, તેઓ ખડેપગે સઘની સગવડ જાળવવા તત્પર રહેતાં હતાં. ઉપરાંત એ યુગમાં સંઘની ભક્તિ કરવામાં મહાપુણ્ય મનાતું હતું. સંઘને પાણી પાયું, તે માટે માટી કાઠીએ, માટલાં અને પ્યાલાં બહાર મૂકવાં એ મહત્વનું કાર્ય ગણાતું. પાણીના નળ નહાતા એટલે પાણીની સગવડ ઠામ ઠામ લોકેા કરતા અને તેમ કરવામાં સેવા અને પુણ્ય સમજતા હતા. એ ઉપરાંત સંધ કે નવકારશી