________________
૨૪૨
નામાંકિત નાગરિક નીકળ્યો. મુંબઈમાં અસાધારણ માટે વરઘોડો ચઢાવવામાં આવ્યું. ખીમચંદભાઈ હાથી પર બેઠા અને બંદર પર શેઠ જમશેદજી જીજીભાઈએ એક લાખ રૂપિઆને શિરપાવ ર્યો.
આ રીતે પસ શુદ સાતમને દિવસે સંઘ મુંબઈથી નીકળ્યો અને પોષ વદ એકમને દિને શત્રુંજય પહોંચી ભગવાનને વંદના કરી. બીજા અનેક મોટા નાના સંઘવીઓ પણ તે વખતે ત્યાં આવી પહોંચ્યા. રાજનગરથી શેઠ હેમાભાઈ મોટા સંઘ સાથે આવ્યા અને સેરઠ, કચ્છ, હાલાર, ગુજરાત, ગોલવાડ, પૂર્વ, દક્ષિણ, માળ, મારવાડ અને મેવાડના સંઘે ત્યાં આવી પહોંચ્યા. એમ કહેવાય છે કે કુલ સવા લાખ માણસે પાલીતાણામાં એકઠા થયા અને નાના મોટા સંઘ લઈને આવનાર સંઘવીઓ એક હજારની સંખ્યામાં હતા.
આ સંઘનું ભવ્ય સામૈયું થયું. સર્વ સઘનું એક સામૈયું થયું જણાય છે. પાલીતાણા શહેરની વસ્તી તે વખતે દશ હજારથી વધારે નહતી અને ધર્મશાળાઓમાં મોટામાં મોટી મોતીશાહ શેઠની હતી. સર્વ ધર્મશાળાઓમાં મળીને પાલીતાણામાં પાંચ હજારથી વધારે માણસે રહી શકે તેવી સગવડ નહોતી, એટલે ડેરા, તંબૂ અને રાવટીઓના ત્યાં ઢગલા થઈ ગયા હતા અને વ્યવસ્થિત રીતે જવા આવવાના માર્ગો રાખી ઊભે માગે અને આડે રસ્તે તંબૂ તાણવામાં આવ્યા. પિસ માસને કાઠિયાવાડને શિયાળે સખ્ત હોય છે તેની ગોઠવણ પ્રથમથી ધારી લેવામાં આવી હતી અને ગાડામાં આવનાર લોકો પોતાની સાથે પાગરણું લઈ આવતા અને તે ઉપરાંત જેને જરૂર હોય તેને સારુ ગાદલાં-ગોદડાંને માટે