________________
૨ ૩૫
શેઠ મોતીશાહ
છે “શી” એટલે સંઘના માણસેને પાળવાના નિયમોના છેલ્લા અક્ષરો “રી” માં આવે છે. એટલે એને છ “રી પાળવાનું નામ આપવામાં આવ્યું છે. છ“રનીચે પ્રમાણે છે –
૧ પાદચારી ૪ આવશ્યક દેય વારી ૨ ભયસંથારી ૫ નારીસંગનિવારી ૩ એકલઆહારી ૬ સચિત્ત પરિહારી
૧. પાદચારી એટલે પગે ચાલવું. ગાડી, ગાડું કે કઈ જાતના વાહનને ઉપયોગ ન કર, દરરોજ સવારના ત્રણ ગાઉ ચાર ગાઉ લગભગ ચાલવું, એ પ્રથમ “રી” છે. આમાં સ્થળ બાહ્ય–શારીરિક ત્યાગને મહત્ત્વ અપાય છે. ત્યાગ હમેશાં બાહ્યથી શરૂ થઈ ધીમે ધીમે માનસિક દશાએ જાય છે એ જાણીતી વાત છે. બાહ્ય ત્યાગ વગર અંતર ત્યાગ અશકય તે નથી, પણ દુશકય તે જરૂર છે અને રાજમાર્ગ તે બાહ્ય ત્યાગથી જ શરૂ કરવાનો છે.
૨. ભોંયસંથારી એટલે સંઘપ્રયાણ દરમ્યાન કેઈ જાતના પલંગ, ખાટલા, પાટ કે બાંકડાને ઉપયોગ ન કરતાં જમીન પર સૂવું. બની શકે તે એક ગરમ કામળી પર જ સૂવું અને તળાઈને પણ ઉપયોગ ન કરે. ખાટલા, પલંગને ત્યાગ તે ચેક્સ કરવાનો છે. આ પણ સ્થળ બાહ્ય ત્યાગને વિષય છે. સંઘપ્રયાણ દરમ્યાન ગિરિરાજને ભેટવા સુધી જમીન પર સૂવાને આ બીજો નિયમ છે અને તે બીજી “રી” કહેવાય છે.
૩. એકલઆહારી એટલે આખા દિવસમાં એક વખત સ્થિર આસને બેસી ભોજન કરી લેવું. એમાં સવારે ચા પીવાનો,