________________
૨૩૬
નામાંક્તિ નાગરિક વારંવાર પાન સેપારી ચાવવાનું કે રાત્રિભોજન કરવાનો તે સવાલ જ રહેતો નથી. એક વખત જમીને ઊડ્યા એટલે પછી સાંજ સુધી ગરમ પાણી પીવાને જ સવાલ રહે છે. આથી સવારે ખટપટ રહેતી નથી અને વીશે કલાક મુખ ચાલ્યા કરતું નથી. એમાં પાચનશક્તિને ખૂબ મદદ મળે છે અને જ્યારે ત્યારે મુખમાં નાખવાનું નથી તેથી ચિત્તની સ્થિરતા સુંદર થાય છે. તબિયત બગડવાનું ગમે ત્યારે અને જે તે ખાધા કરવાનું કારણ આ સંઘપ્રયાણમાં થતું જ નથી એટલે માણસ કદાચ તેલમાં ઘટે તે પણ વૈદક નિયમ પ્રમાણે તંદુરસ્તીમાં એકંદર વધારે જ કરે છે. આ વખત ખા ખા કરવાથી કાંઈ મજબૂત થવાતું નથી. આહાર અને વિહારની ચોખવટ ઉપર તંદુરસ્તીને આધાર રહે છે. તેથી આ એક જ વખત જમવાનો નિયમ પણ સંઘ યાત્રાળુના જીવનવ્યવહારમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.
૪. આવાયદય વારી એટલે સવારે ઊઠીને અને સાંજે એમ બે પ્રતિક્રમણ કરવાં. આખા દિવસમાં જાણતાં અજાણતાં સ્થળ કે સૂક્ષમ પાપ થયાં હય, થઈ ગયાં હોય તેની અંતરથી ક્ષમા યાચવી અને ભવિષ્યમાં ન કરવાને નિશ્ચય કરે. એમાં ખરું આત્મનિરીક્ષણ થાય છે. આવશ્યકમાં ૧ સામાયિક, ૨ ચવીશ પ્રભુનું સ્તવન, ૩ ગુરુવંદન, ૪ પ્રતિક્રમણ–પાપની આલેચના, ૫ કાર્યોત્સર્ગ-કાઉસગ્ગ અને ૬ પ્રત્યાખ્યાન એટલે ત્યાર પછીના કલાક માટે ત્યાગનો નિર્ણય. સવારે પચ્ચફખાણ કરવામાં આવે તે આખા દિવસ માટે હોય છે અને સાંજે કરવામાં આવે તે આખી રાત માટે હોય છે. આ છે