________________
२३४
નામાંકિત નાગરિક
પ્રસંગેજ કરી શકતા. જાનમાલની સલામતી માટે સંખ્યા સથવારા સાથે યાત્રાએ જવાતું. ચોકીપહેરાની સગડવ પૂરતી કરવી પડતી હતી અને તે વગર એકલદોકલથી યાત્રા માટે પહોંચવું ઘણું કપરું- મુકેલ હતું, એ યુગમાં સંઘ-સથવારાની બહુ ઉપયુક્તતા હતી. સંઘ–પ્રયાણથી ભાઈચારે, સાધર્મભાવ અને ભક્તિ ખૂબ જામી જતાં અને સાધ્ય સ્પષ્ટ હોવાથી ગિરિરાજના માહામ્ય ચિતવનમાં રસ્તે પસાર થતું હતું. જનતાને તે વખતે દ્રવ્ય ચિંતા અને જીવનકલહ બહુ અલ્પ હતા અને ધર્મનિમિત્ત વખત જાય તે “સારે ઉપગ” ગણવાની હૃદયભાવના હતી. એટલે આવા સંધ નીકળે ત્યારે આબાલવૃદ્ધ યાત્રાને લાભ લેવા તૈયાર થઈ જતા. કારણ કે એવા સથવારા અને અનુકૂળતા વારંવાર મળી શક્તા નથી એવી તે વખતના લોકેની અનુભવસિદ્ધ વિચારધારા હતી. સંઘમાં પ્રયાણ સવારે બે ત્રણ કલાક થતું. બાકીને વખત ભક્તિ, દેહચિંતા, ધર્મસ્તવન અને પ્રતિક્રમણદિ કરવામાં ગાળવામાં આવતે અને આખું વાતાવરણ ધર્મમય અને ગુણગાનમય બની રહેતું.
આવા સંઘમાં કેટલાય તે છે “રી પાળતા. આ છ “રી શી વસ્તુ છે તે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઘણુ માણસે આ છ“રી પાળતા સંઘને આશય સ્પષ્ટ સમજતા નથી તેથી તેને અર્થ ભ્રમમાં પડી જાય છે માટે જરા પ્રસ્તુત વાતની સ્પષ્ટતા જનતાની જાણ માટે કરવી ઉચિત લાગે છે. એમાં તે યુગની રહેવા કરવાની રીતિ શ્રાવક ગ્ય સંયમ–માર્ગની ભાવના અને દેહદમનના અસાધારણ ઉપયોગી નિયમની સ્પષ્ટતા થાય તેમ છે તેથી આ છ “ર” પાળતાં સંઘની વાત જરા વિચારી જઈએ.