________________
શેઠ મોતીશાહ
૨૩૩ હતા અને તે વાત તેમજ થવી જોઈએ એની ઉચિતતા પણ ઊંડી સમજણપૂર્વક સમજતા હતા.
કેટના શેઠના ઘરેથી વરઘોડે નીકળી બંદર પર આવ્યું. મુંબઈથી સંઘમાં કચ્છ, હાલાર, ગુજરાત, ગોલવાડ, મારવાડ, દક્ષિણ, માળવા, મેવાડ અને પૂર્વના અનેક માણસો જોડાયા. મુંબઈથી સંઘ બીજે દિવસે વહાણ માર્ગે જવાને નિર્ણય થયો હતા. શેઠને મુખ્ય સંઘ ઉભી સોરઠને કહેવાય છે તેથી તેઓ માંગરોળ કે વેરાવળ ઉતરી પાલીતાણે ગયા હશે એમ અનુમાન થાય છે. સંઘ ઊભી સોરઠને કાઢવામાં આવ્યું હતું એટલી જ નોંધ મળે છે, વધારે વિગત પ્રાપ્ત થઈ નથી. આ સંઘ પિષ વદ એકમના રોજ પાલીતાણે પહોંચી ગયો. ત્યાં અસાધારણ ભવ્ય સામૈયું થયું અને પોષ વદ એકમને મુહૂ ગિરિરાજને ભેટ્યા એમ ઢાળીઆ પરથી જણાય છે, તેથી સંઘ નજીકને રસ્તે પાલીતાણે પહોંચે હશે એમ જણાય છે. સંઘમાં સ્ત્રી પુરુષો અને બાળક માટે બરાબર સગવડ રાખવામાં આવી હતી.
તે વખતે પોષ વદ એકમ પર શહેરે શહેરના લેકે સંઘમાં મળીને આવી પહોંચ્યા. અમદાવાદથી શેઠ હેમાભાઈ મોટે સંઘ લઈ આવ્યા. નાના નાના એક હજાર સંઘવીએ આવ્યા એ લેખ છે. તેને અર્થ એમ સમજાય છે કે તે પ્રતિષ્ઠા-કાર્યમાં ભાગ લેવા માટે દરેક શહેર કે ગામના લેકે પિતાના શહેરના આગેવાનને સંઘવી (સંઘપતિ) બનાવી પાલીતાણે આવી પહોંચ્યા. આવા સાથેની સંખ્યા લગભગ એક હજારની હતી. તે વખતે પાલીતાણાની યાત્રા દૂરના લોકે સંઘ