________________
૨૩૨
નામાંકિત નાગરિક
દીવડે શેઠ ખીમચંદભાઈના વહુ ગુલાબબાઈએ લીધે, જેને અને જૈનેતરોની મોટી સંખ્યા એકઠી થઈ ગઈ અનેક કુળવધૂઓએ માથા પર મંગળકુંભે મૂક્યા. અષ્ટમંગળ આગળ કરી વરઘોડે ચાલ્યા ત્યારે તેમાં એક લાખ ઉપર માણસ હાજર થયું હતું. એ વરઘોડામાં પારસી, અંગ્રેજી, વલંદા અને હિંદુઓએ મેટી સંખ્યામાં ધર્મના ભેદ વગર અતિ ઉત્સાહથી ભાગ લીધો હતો. વરઘોડાની લંબાઈ દેઢ માઈલ ઉપરાંત થઈ હતી. આ ભવ્ય વરઘોડે તે કાળે મુંબઈ શહેરમાં પહેલવહેલે નીકળેલ હતે એમ કહેવાય છે.
શેઠ ખેમચંદભાઈને અનેક સ્વજને અને સંબંધીઓએ શિરપાવ કર્યો-ચાંદલે આયે. એમાં પણ ધર્મ કે જ્ઞાતિને ભેદ રાખવામાં નહોતું આવ્યું. કહેવાય છે કે તે વખતે શેઠ જમશેદજી જીજીભાઈએ વરઘોડાને પિતાના ઘર આગળથી કાઢવાની ઈચ્છા બતાવી હતી અને તે વખતે લાખ રૂપિયાને ચાંદલે પોતે કરે એમ જણાવ્યું હતું, પણ શેઠ ખીમચંદભાઈના સલાહકારોએ ધર્મભેદની વાતને આગળ કરી તેમના ઘર તરફ વધેડે ન ચલાવ્યું. પણ શેઠ જમશેદજી જીજીભાઈને મેતીશાહ શેઠ સાથે નાતે એટલે સારો હતા અને તેઓ જાતે એટલા વિવેકી અને નેકસંબંધ જાળવનાર હતા તે જાતે બંદર પર હાજર થઈ એક લાખ રૂપિયાને ચાંદલે અને શિરપાવ ક્ય. આ લેકેતિ હજુ સુધી ચાલુ છે, તે પરથી જણાય છે કે તે કાળમાં ધર્મભેદ જરા પણ નહોતું એટલું જ નહિ, પણ તે યુગના લેકે અરસપરસ નાતે ઘણે જાળવતા