________________
શેઠ મોતીશાહ
૨૩૧ પાલીતાણા મેકલવામાં આવતી હતી તે વખતે તાર હતા નહિ અને ટપાલની શરૂઆત નાના પાયા પર હતી, પણ વહાણ મારફત પાલીતાણું કે કાઠિયાવાડ સમાચાર પાઠવવામાં આવે તેને ત્યાં તુરત અમલ થાય એવા પાકા સમાચાર મોકલી દેવામાં આવ્યા હતા. પોષ વદ ૧ ના લગભગ સર્વેએ પાલીતાણું પહોંચવાનું હતું અને બને તેટલાએ મેટી સંખ્યામાં આવવાનું હતું એની તૈયારીઓ અને એના સંદેશાઓ પાઠવવામાં આવતા હતા અને ઘણું જરૂરી ચીજે મુંબઈથી વહાણમાં સાથે લઈ જવાની હતી તે એકઠી કરવાની અને તૈયાર કરાવવાની ગોઠવણે ચાલી રહી હતી. આ પ્રમાણે ગોઠવણે આખા માગશર માસમાં ચાલી અને ખાવા પહેરવાની અને ઓઢવા પાથરવાની વસ્તુઓના ઢગલા થઈ ગયા. કેટલીક વસ્તુઓ પાલીતાણે પ્રથમથી વહાણ મારફત મોકલવામાં આવી અને બાકીની વસ્તુઓ ત્યાં એકઠી કરી રાખવા હુકમે અપાઈ ગયા આવી રીતે ૧૮૯૦ને આખો માગશર માસ મેટા પાયા પર તૈયારી કરવામાં પસાર થયે.
+ +
સંઘપ્રયાણ:-કંકેતરીમાં જણાવ્યા પ્રમાણે સં. ૧૮૯૩ના પિષ સુદ ૭ ને રેજ મુંબઈ શહેરથી સંઘે પ્રયાણ કર્યું. સુપ્રભાતે મોટા હાથી પર શેઠ ખીમચંદભાઈ બેઠા, અનેક સાંબેલા શણગારવામાં આવ્યાં, ભવ્ય વરઘોડે કાઢવાની સર્વ તૈયારી કરવામાં આવી હતી. નગારા, શરણાઈ અને વાજઓની ઘૂસ ગાજી રહી. સ્ત્રી પુરૂષે સારામાં સારાં કપડાં પહેરી વખતસર આવી પહોંચ્યા, ધૂમ્રની ઘટા ચારે તરફ ફરી વળી. લામણું