________________
૨૨૮
નામાંક્તિ નાગરિક
અને ઘરે દરજીઓની હારની હારે બેસાડવામાં આવી, નવાં કપડાં, તંબૂઓ અને જરૂરી વસ્તુ તૈયાર કરવા વ્યવસ્થા ચાલી. સ્ત્રીઓની મોટી સંખ્યા દરરોજ અનાજ વીણવા, પાપડ બાંધવા અને વણવામાં રોકાઈ ગઈ અને માગસર સુદ એકમથી તે શેઠની હવેલીએ અને દેવમંદિરે મંગળગીતના વનિ નીકળવા લાગ્યા. શેઠ મોતીશાહ સંબંધી કઈ પણ પ્રકારના શેકની સર્વ વાતે ત્રણ માસની આખરે બંધ કરી દેવામાં આવી. શેકનાં કપડાં સ્ત્રીઓએ દૂર કરી દીધાં. પુરુષોએ માથા પરની ધળી પાઘડી કે ફેંટાઓ કાઢી નાખ્યા અને સર્વત્ર લાલ પાઘડીઓ દેખાવા માંડી. તે યુગના કવિચારને બરાબર સમજતાં આ માટે ફેરફાર કહેવાય, પણ એ સર્વની પાછળ ધર્મભાવના, સાધ્યને નિર્ણય અને મહેમ શેઠશ્રીની આજ્ઞાનું પાલન હેઈ જનતા અને સગાંસંબંધીઓ સર્વ એને અનુકૂળ થઈ ગયા અને ભાગ્યશાળી મોતીશાહ શેઠ જાણે હયાત જ હોય અને દેશ પરદેશ નેતરાં દેવા ગયા હોય અને અવસર પર આવી પહોંચવાના હોય એવી રીતે સર્વ કામ કરવા લાગી ગયા. સંઘ તથા પ્રતિષ્ઠાનું કાર્ય સારામાં સારી રીતે કઈ રીતે પાર પડે તે માટે અનેક પ્રકારની સૂચનાઓ કરવા લાગી ગયા અને તેને સત્વર અમલ કરવાની ગોઠવણના કામમાં પડી ગયા.
કંકોતરી:-સંવત ૧૮૯૩ના માગશર સુદ ૩ ની સુપ્રભાતે દેશપરદેશ કંકોતરી લખવામાંઆવી. પ્રત્યેક ગામના સ્થાનિક સંઘને આમંત્રણ મોકલવામાં આવ્યા. તેમાં જણાવવામાં આવ્યું