________________
૨૧૮
નામાંકિત નાગરિક ગીતે જોડાય. મોટાં તીર્થસ્થાન જેવાં મંદિર મૂકી જનારને જનતા ત્યાર પછી સેંકડે વર્ષો સુધી યાદ કરે છે. અત્યારે આબુ પરના વિમળ મંત્રી કે વસ્તુપાળ તેજપાળનાં મંદિરે તેમને યાદ કરાવે છે, એ ધનનો સદુપયેાગ કરવાની એક રીત છે. જે કાળે મંદિરની જરૂરીઆત હોય તે કાળે તેની રચનામાં ધનને ઉપયોગ થાય તે યથાયોગ્ય છે અને બાંધનારનું નામ તેથી કાયમ થાય છે. બીજી રીત કઈ દીદ્ધારનું કાર્ય કરનાર, જનતા પર મેટે ઉપકાર કરનાર, જનતાને નૂતન માર્ગદર્શન કરાવનારના નામ રહી જાય છે, એનાં નામનાં ગીત જોડાય છે અને એ રીતે જનતા એને વર્ષો સુધી યાદ કરે છે. અત્યારે મહાત્મા ગાંધીના નામ પર કેટલાં ગીતે જોડાયાં છે એ વાત બાજુ પર રાખીએ તે પણ પૂર્વ કાળનાં તીર્થંકરે અને મહાન ઐતિહાસિક પુરુષ-હેમચંદ્રાચાર્ય, ભામાશા, પેથડશા, જગડુશા વિગેરે મહાન ઉપકારીઓનાં નામ જનતા યાદ કરે છે અને અનેક અમરકૃતિઓમાં અમર કરે છે. શેઠ મોતીશાહ આમાં પ્રથમ કોટિમાં આવે. એ તે ગયા અને અંતે સર્વને વહેલા મેડા જવાનું છે, પણ એના નામ રહી ગયા અને અનેક વર્ષો સુધી એને જનતા યાદ કરશે. નામ રાખવાની આ સુરીતિ છે. અત્યંત અધમ કામ કરનાર, જનતાને મહાન ત્રાસ આપનાર અને લેકેને દુઃખી કરનાર બહાવરવટીઆઓનાં નામ પણ રહે છે અને લોકે ભય અને ત્રાસથી એવાને યાદ કરે છે. અને ફાંસીએ જનારાના ફોટોગ્રાફ છાપામાં આવે છે. નામ રાખવાની આ કુરીતિ છે. પ્રધમ રીતિ વર્ણવી–એ દષ્ટિએ જોતાં શેઠ મોતીશાહ પિતાનું નામ અમર કરી ગયા છે.