________________
શેઠ મેાતીશાહ
૨૧૯
ચાદ રાખવાનું કે આ વાત માત્ર સો વર્ષ પહેલાંની છે, એ વખતે અંગ્રેજી રાજ્યના કાબૂ હજી જામતા જતા હતા. સુધારામાં લાડ વીલીયમ બેન્ટીકે સતી થવાના રિવાજ નાબૂદ કર્યાં હતા, દેશમાં ધનધાન્યની વિપુલતા હતી, સ્થાનેા આબાદ હતાં, ગામડાંઓ સ્વાવલંબી અને સંતોષી હતાં, કુટુંબવાત્સલ્ય અનેરું' હતું અને સમાજના આગેવાનોની નજરમાં સ્વધર્મી પ્રત્યે અસાધારણ વાત્સલ્ય હતું. તે યુગનાં સૂત્રેા જુદાં જ હતાં, વાતાવરણ તદ્દન અલગ પ્રકારનુ` હતું અને જનતાની આબાદીના પ્રશ્નો તદ્દન ધારણ પર હતા. તે વખતના પુરુષાની ગણના કરવાતું ધારણ પણ જુદુ જ હાય. એ ધેારણે તપાસતાં શેઠ મેાતીશાહનું જીવન સ્વાવલ’ખી, ધર્મશ્રદ્ધા અસાધારણ અને દાનરુચિ ઉત્તમ પ્રકારની હાઈ એ યુગની જનતામાં તેનું જીવન ધન્ય ગણાય. એમની જીવદયા-વિચારણા જૈનને શાભાવે તેવી હતી, એમની ભાવનાસૃષ્ટિ ઘણી વિશિષ્ટ હતી અને એમની સાહસિકતા વ્યાપારીઓમાં તેમને પ્રથમ હરોળમાં મૂકી દે તેવી હતી.
આ રીતે શેઠ મેાતીશાહ સ’. ૧૮૯૨ના ભાદરવા શુદ ૧ ના રાજ પર્યુષણને ચાલતે તહેવારે વિદાય લઈ ગયા. છેલ્લાં દિવસે ધર્મે વિચારણામાં કાઢ્યા, પોતાની પાછળ કાઈ જાતના શાક ન કરવા ભલામણ કરતા ગયા, અને ગિરિરાજ પર પ્રતિષ્ઠા કરવાનું અને તે નિમિત્ત સંઘ કાઢવા માટેનું લીધેલ મુહૂત જરાપણ ન ફેરવવા માટે આગ્રહ કરી ગયા. તેમણે ખાસ ભલામણ કરી કે લીધેલ મુડ઼તે જ પ્રતિષ્ઠા કરવી અને તે માટે સર્વ પ્રકારના બનતા આગ્રહ ખીમચંદભાઈને કરી સાથે અમરચંદ્ર દમણી વિગેરે પોતાના ભાગીઆ, સ્નેહીઓ અને સંબ’ધી