________________
શેઠ મોતીશાહ
૨૧૭
વસીયતનામું કર્યા પછી લગભગ પાંચ મહિને અથવા બરાબર ગણતરી કરીએ તે તારીખવાર ૧૪૬ દિવસે શેઠનું અવસાન થયું એટલે લગભગ છેલ્લા પાંચ માસથી શ્રી શત્રુજય પર કામ જલ્દી આપવાની તૈયારી ચાલતી હતી તે જ વખતે અંદરખાનેથી મનમાં અહીંને સર્વ હિસાબ પૂરો કરી ચાલ્યા જવાની પણ તૈયારી ચાલતી હતી એમ અનુમાન થાય છે. છતાં આત્મા અમર ચીજ છે અને મેટું કામ કરવાનું હોય ત્યારે તે આશા પણ વધારે બાંધવાને માણસને હક્ક પ્રાપ્ત થાય છે અને તેમાં પણ સારાં કામને અંગે કુદરત વધારે અનુકૂળતા કરી આપશે એવી આશા માણસ જરૂર રાખે પણ માણસનાં ધાર્યું થતાં નથી અને કુદરતના સંકેત હોય તેને સમજવાને વૃથા પ્રયત્ન કરવાને બદલે તેને તાબે થવામાં જ મેજ છે, એ રીતે મનનું સમાધાન થાય. શેઠ મોતીશાહની સ્વસૃષ્ટિ વીખરાઈ ગઈ અને મુરાદ પાર ન પડી તે માટે જરૂર ખેદ થાય તેમ છે, પણ એ મનુષ્યના કબજાની વાત ન હોઈ નિરુપાયપણું જ તેમાં બતાવવાનું રહે છે. સં. ૧૮૨ના વૈશાખ માસમાં શેઠને પ્રતિષ્ઠા કરવાનું બહુ મન હતું, પણ કામ ઘણું બાકી હતું અને એફખું મુહૂર્ત આવતું નહતું. એટલે અંતે કુદરત પર વાત છોડી. પણ વસીયતનામું કરી નાખ્યું અને ભાવના ઊંડાણમાં હતી તે જણાવી દીધી.
કાં તે નર ભીંતડે અને કાં તે નર ગીતડે.” દુનિયામાં બે રીતે નામ રહે છે કાં તે કઈ અમર ધામ બંધાવી તેની સાથે નામ જોડાય. અથવા મહાન કામ કરનારના નામના