________________
૨૧૨
નામાંક્તિ નાગરિક
ઉપર પ્રમાણે વિલ કર્યા પછી શેઠ મોતીશાહની તબિયત ધીમે ધીમે વધારે બગડી હોય એમ જણાય છે, ગમે તેમ હેય પણ તેમના મનની ઈચ્છા શ્રી શત્રુંજય પરની ટુંકની પ્રતિષ્ઠા અને બિંબપ્રવેશ મહત્સવ કરી લેવાની હતી. આને માટે તેમણે મેટા વિદ્વાન જેશી(તિષીઓને સં. ૧૮૨ના શ્રાવણ માસમાં બોલાવ્યા અને બન્ને કાર્ય માટે મુહૂર્ત શોધવા નક્કી કર્યું. અનેક જાતની ગણતરી કરી. ચેમાસામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવે નહિ અને ત્યારબાદ કાઠિયાવાડમાં ઉત્તરાયણ (ખીહર-મકરસંક્રાંત) પહેલાં એક માસ સુધી ધન રાશિને સૂર્ય થાય એમાં મુહૂર્ત હેય નહિ એટલે નજીકમાં નજીકનું મુહૂર્ત સં. ૧૮૯ના મહાસુદ ૧૦નું પ્રતિષ્ઠા માટે અને મહા વદ ૨ નું બિંબપ્રવેશ મહોત્સવ માટે નક્કી કરવામાં આવ્યું.
અહીં એક બાબતની સ્પષ્ટતા કરવાની છે. આરસને ઘડીને તેની મૂર્તિ બનાવવામાં આવે ત્યાં સુધી તેને એક વસ્તુ કે રમકડા તરીકે ગણવાની હોય છે. એને રગદોળવામાં કે એના પર ઢાંકણું મારીને ઘડવામાં કઈ જાતની આશાતના ગણાતી નથી. જો કે આગળ જણાવ્યું છે તેમ શેઠ મોતીશાહે તે પ્રતિમા ઘડાવવામાં પણ સ્નાન, શુદ્ધ વસ્ત્ર અને સુગંધી મુખવાસની વ્યવસ્થા કરી હતી, એ પ્રમાણે મૂતિઓ તૈયાર થતાં તે પૂજનિક થતી નથી. એના સંબંધમાં સુવિહિત આચાર્યને વશ હાથે એમાં પ્રાણ-ચૈતન્ય મૂકવામાં આવે ત્યારે તે પૂજનિક થાય છે. એ વિધિમાં અનેક પ્રકારના મહોત્સવ સાથે એક