________________
શેઠ મેાતીશાહ
૨૧૧
એમાં જ્ઞાતિ કે જાતિના આગ્રહ નથી. એમાં પારસીએ સાથેના સ'બધ જીવતાજાગતા છે તેને વ્યક્ત કરી એને ચાલુ ટકા, હૃદયની વિશાળતા અને મનુષ્યની સંબંધ રાખવા વધારવાની ગણતરી માટે બહુમાન થાય તેવું છે અને વ્યાપારની સાહસિકતાના ચિત્રદર્શનથી એ વસીયતનામું ભરપૂર દેખાય છે. દેવાદાર તરીકે જિંદગી શરૂ કરનાર કુશળ વ્યવહારુ માણસની એ યુગમાં વિચારધારા કયા માર્ગે પ્રવાસ કરતી હતી એના ઉત્તમ દાખલો એ વસીયતનામું પૂરા પાડે છે.
ઉપર પ્રમાણે વસીયતનામા ( વીલ ) પર સં. ૧૮૯૨ના વૈશાખ શુદ ૩ સામ-અક્ષયતૃતીયાને દિવસે સહી કરવામાં આવી તેની અંગ્રેજી તારીખ ૧૮ એપ્રીલ ૧૮૩૬ હતી. તે વખતે શેઠ માતીશાહની વય ૫૪ વર્ષની થઈ હતી. વનમાં પ્રવેશેલા એ શેઠશ્રીને શે। વ્યાધિ હતા તે સમજાયું નથી. તેની કાઈ સ્થાનકે નોંધ નથી, પણ અગાઉના કરેલા વસીયતને રદ કરવાના ઉલ્લેખ તે વસીયતમાં નથી તેથી આ વીલ તેમનુ પહેલું અને છેલ્લું માનવાને કારણ રહે છે. આ પ્રમાણે વીલ પર સહી કરવામાં આવી અને તે પણ રીતસર સાક્ષીઓ કરાવવામાં આવી.
આ સાક્ષી કરનારમાં ત્રણ પારસીએ છે. સર જમશેદજી જીજીભાઇની સાક્ષી મથાળે છે, છેલ્લા બમનજી વાડીયાની છે અને તેની પહેલાં જાગીરજી ખુરશેદજી છે. આ શેઠના પારસીએ સાથેના ઘરોબો બતાવે છે. અને તેમાં બે સાક્ષી કરનાર જૈન છેઃ શેઠ નાનજી જેકરણ માંગરોળવાળા અને અમરચંદ ખીમચંદ દમણવાળા. આ હકીકત પણ ખાસ ધ્યાન ખેં`ચે તેવી જણાય છે.