________________
૨૧૦
નામાંક્તિ નાગરિક અને વીલના પવર અપાતા હતા તે વાત ધ્યાન ખેંચનારી છે.
પાર્જિત મિલ્કતનું વીલ વસીયત કરવાની સત્તા હિંદુને હતી અને છે અને વીલને પવર લેવાની જરૂર પડે તે લેવાની સૂચના કરવામાં આવી છે. આ પવર લેવાની વાત જુદી છે. બાકી શેઠ ખાસ ભલામણ કરી ગયા છે કે “કેટમાં ખરાબ પણ થવું નહિ.”—આટલા ઉપરથી કેટલાય એસ્ટેટ કોર જઈ ખરાબ થતાં દેખાય છે તેને તે વખતે પણ પ્રચાર થઈ ગયે હશે એમ વિલ પરથી જણાય છે.
આ રીતે આખા વસીયતનામામાં વ્યવહારદક્ષતા, દીર્ઘદષ્ટિ, વ્યાપારનું કૌશલ્ય, પુત્ર પ્રેમ, કુટુંબ વાત્સલ્ય, ધર્મભાવના, ઉત્કટ શ્રદ્ધા અને ભવિષ્ય માટે આશા, ઉલ્લાસ અને શ્રી ગોડી પાર્શ્વનાથ માટે અસાધારણ પૂજ્યભાવ જોવામાં આવે છે. ૫૪ વર્ષની વય એ કાંઈ બહુ મેટી ઉંમર ન કહેવાય. આખા વસીયતનામામાં આદર્શ પુખ્તપણું બતાવ્યું છે. તે પરથી શેઠ મોતીચંદ અમીચંદના જીવનના આદર્શ શા હતા અને તેમની રગેરગમાં પ્રામાણિકતાને વૈભવ કે હતું તે પારદર્શક રીતે જણાઈ આવે છે. એમાં પિતાના પિતાના નામના દેવાથી માંડીને ભાઈનું દેવું વ્યાજ સુદ્ધાં આપવાની વિચારણા કેન્દ્રસ્થાને છે અને શત્રુંજય-પાલીતાણાના દેરાસરની ટુંકની પ્રતિષ્ઠા અંગેનો સંઘ અને મહત્સવ આદર્શ સ્થાને છે એમાં પુત્ર તરફને પ્રેમ એને સર્વાધિકારી બનાવે છે, પણ સાથે એને મોટા સાહસમાં ન ઝંપલાવવાની લાગણી એની શક્તિ, એને માટે શેઠને પિતાને ખ્યાલ એની પરીક્ષક શક્તિ બતાવે છે.