________________
શેઠ મેતીશાહ
૨૧૩
જાતનું અંજન તૈયાર કરવામાં આવેલું હોય છે, તે આચાર્ય પિતે એક સેનાની શલાકા (સળી) વડે આંખમાં વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે આજે ત્યારે તે પ્રતિમા (મૂર્તિ) પૂજનિક થાય છે. આવી રીતે જે પૂજનિકતાનું વિધાન થાય છે. તે મહત્સવને લેાકભાષામાં “અંજનશલાકા” અથવા “અંજનશલાખા” કહેવામાં આવે છે. તે ખરી પ્રતિષ્ઠા છે. એમાં પથ્થરની અંદર ઈશ્વરત્વના પ્રાણ પૂરવામાં આવે છે અને તેને પ્રતિષ્ઠાનું નામ આપવામાં આવે છે. એ વખતે જે અચાયે એ અંજન કર્યું હોય તેના નામનો ઉલ્લેખ મૂર્તિની નીચેની પાટલી પર કરાય છે અને તે વખતે મૂર્તિ ક્યા દેવની છે તેનું નામાભિધાન જે લાંછન છેતરાવીને મુકરર કરેલું હોય છે તેનો નિર્ણય થાય છે. આ વિધિને પ્રતિષ્ઠાવિધિ શાસ્ત્રકાર કહે છે. આ વિધિને અન્યત્ર “પ્રાણ પ્રતિષ્ઠા ”—અંજનશલાકા પણ કહેવામાં આવે છે. એ વિધિનું વિવેચન આગળ જોવામાં આવશે.
કેઈ પણ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ ગઈ હોય એટલે એમાં ઈશ્વરત્વ આમેજ થયું હોય તેની અમુક મંદિરમાં સ્થાપના કરવામાં આવે, તેને દેરીમાં બેસાડવામાં આવે કે ગેખલામાં બેસાડવામાં આવે તે વખતે જે મહત્સવ કરવામાં આવે તેને શાસ્ત્રમાં પ્રતિષ્ઠા મહોત્સવ કહેવામાં આવે છે. ઉપર જણાવ્યું તે અંજનશલાકાને વિધિ બહુ લાંબે, ખર્ચાળ અને આકરો હઈ અતિ જજ પ્રસંગે બને છે, પણ ખરી પ્રતિષ્ઠા તે છે.
કેતિમાં બિંબ સ્થાપના મહોત્સવને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. અત્યારે કઈ જગ્યાએ પ્રતિષ્ઠાના મુહર્તાની કતરી આવે ત્યારે તે બિંબસ્થાપના મહત્સવની છે એમ સમજવાનું છે,