________________
२०६
નામાંકિત નાગરિક ખાસ આતુરતા છે. કલમ ૪ માં “ને સરવે એજ માસ ૧૩ અંકે માસ તેની અંદર એકઠા કરીને કુલ દેવું જે કાંઈ હમારા વડવા શા. અમીચંદ સાકરચંદ તા. ભાઈ નેમચંદ અમીચંદના નામની પેઢીનું તથા હમારા નામની પેઢીનું જે કાંઈ વાજબીની રીતે જેનું નીકળે તેને વીઆજ સુદ્ધાં દેકડે પાકે હમારો વારસ ભાઈ ખીમચંદ વી. મેતીચંદ આપે”—આમાં કેટલુંક પ્રામાણિકપણું અને કર્તવ્યબુદ્ધિ નીતરે છે તે ખાસ વિચારવા જેવું છે. પિતાના પિતાના કે ભાઈના નામના વહીવટ તે ક્યારના બંધ થઈ ગયા હતા, તેનું દેવું પૂરેપૂરું વ્યાજ સાથે દેકડા પાકે આપવાની વૃત્તિ જે વ્યક્તિમાં હોય, જેણે બાપની પુંજીમાં આગળ જણાવ્યા પ્રમાણે માત્ર દેવું જ મેળવ્યું હોય અને કાયદેસર કે વ્યવહારથી જે દેવું દેવા પોતે બંધાયેલ ન હોય તે આપી વડીલને ઋણમુક્ત કરવા એમાં માનસિક ઉચ્ચ ખ્યાલતા અને કુશળ વ્યવહારબુદ્ધિ દેખાય છે. આવા વ્યવહારુ વિચારના માણસે લા રૂપિયા મેળવે તેમાં નવાઈ નથી.
દેવું પૂરેપૂરું પોતાનું અને પિતાના પિતા તથા ભાઈના નામનું આપવાની વાત નાનકડા વીલમાં કલમ ૪ માં ૯ માં અને ૧૦ માં ત્રણ વખત કરી છે તેથી એ વાતની શેઠની ચીવટ અને તેમને આગ્રહ કેટલે હશે તે બરાબર જણાઈ આવે છે.
૧૨ ખીમચંદભાઈ “નજરમાં આવે તે છેડે વેપાર પિતાના નામને ભાઈ અમરચંદ ખીમચંદની કંપની સાથે