________________
શેઠ મોતીશાહ
૨૦૭
ચાલે છે તેમજ ચલાવે.” ત્યારે તેમ ન કરવાનું યોગ્ય જણાય તે તે ભાગ બંધ(મેકુબ) કરે એમ જણાવી ભાઈ ખીમચંદ અને અમરચંદ દમણ “બન્ને જણા સાથે એકદીલીથી ધન કરે તે ગણું સારૂં” એમ કલમ ૪ને છેડે જણાવે છે તે પરથી કદાચ અમરચંદ દમણ સાથે પંતી આળું ચલાવવામાં મુશ્કેલી આવશે એમ અનુમાન થાય, પણ પ્રતિષ્ઠાનું આખું કાર્ય અમરચંદ દમણીની સલાહ પ્રમાણે શેઠ ખીમચંદભાઈએ કર્યું છે એ જોતાં એ જાતના ભયને સ્થાન રહેતું નથી, પણ ૧૦ મી કલમની આખરે ધીરજથી અમરચંદની સલા(સલાહ) લેવી ગટે તે લઈને કામ કરવું એમ જણાવી શેઠ મોતીશાહે પિતાને વિશ્વાસ અમચંદ દમણી પર વ્યક્ત કર્યો છે અને “સારા માણસની દોસ્તી રાખવી” એવી ભલામણ શેઠે એ જ પેરેગ્રાફમાં કરી છે તે પરથી શેઠને ખીમચંદભાઈની વ્યાપારશક્તિ માટે બહુ ઊંચે ખ્યાલ નહિ હોય એમ લાગ્યા વગર રહેતું નથી. તેર માસમાં સર્વ લેણું દેવું ચૂકવી આપ્યા પછી “હમારે નામનું વેપાર દેકડા ૧, ને ચલાવે નહિ” એવો આદેશ થી કલમને છેડે કર્યો છે એ સર્વ એક બાબત જરૂર બતાવે છે અને તે એ છે કે-શેઠ મોતીશાહની નજરે ખીમચંદભાઈ વ્યાપારશક્તિમાં મંદ હતા અને મેળવેલ વસ્તુ જાળવી રાખી શેઠની આબરુ જાળવે તે ઠીક એવી ભલામણને ચગ્ય હતા. શેઠ ખીમચંદભાઈના ભોળપણને તે ખ્યાલ આગળ ઉપર આવશે, તે વાત કર્તવ્યશાળી વહેવારુ મોતીશાહ શેઠે સમજી જોઈ ગયા હતા એમ વીલના જુદા જુદા વિભાગમાં દેખાયા કરે છે.