________________
શેઠ મોતીશાહ
૨૦૫ પણ જોઈ શકાય છે. એ ઘર હાલમાં વેચાઈ ગયું છે અને તેની માલીકી અન્યની છે. તે ઉપરાંત ભાયખલામાં જગ્યા લઈ ( લવલેન) ત્યાં દેરાસર બાંધ્યું છે તેનો અને કાવસજી પટેલ સ્ટ્રીટમાં પાંજરાપોળ બાંધી છે તેને ઉલ્લેખ કરી એ પાંજરાપોળવાળી જગ્યા તેમજ ભાયખલા અને કેટવાળી જગ્યા કેઈથી વેચાય નહિ એમ જણાવ્યું છે. આ સિવાય બાકીની સર્વ મિત કે વહાણ વેચવાની કુલ સત્તા પિતાના પુત્ર ખીમચંદભાઈને આપી છે.
૧૧ મોતીશાહ શેઠની ગણતરી પ્રમાણે પોતાની મિલ્કત દશ લાખ રૂપિઆની ગણવામાં આવી છે. (કલમ ૯) તેઓ પિતાના આખા એસ્ટેટની કિંમત દશ લાખ મૂકે છે અને તેને અંગે પોતાના કુલ વારસને સર્વ સત્તા આપી, પાલીતાણામાં બંધાતાં દેરાસરને પૂરું કરવાની અને જાત્રા (સંઘ) પ્રતિષ્ઠા ખર્ચની તેને માથે ફરજ નાંખે છે. પાલીતાણુનું દેરાસર પૂરું કરી નાખી તેની પ્રતિષ્ઠા કરવાના શેઠના કેડ કેટલા હશે તે આ પરથી ખાસ જણાય છે. ટુંકની બાંધણીનું ઘણુંખરૂં કામ તે વખતે પૂરું થવા આવ્યું હતું, પણ વીલ કરતી વખતે પ્રતિષ્ઠાનું મુહૂર્ત લેવામાં આવ્યું નહોતું, કારણ કે વીલ વખતે સં. ૧૮૯૨ ને વૈશાખ માસ ચાલતો હતો, પણ શેઠને એ વાત ખાસ ગળે હતી અને તે પૂરું કરવાની તમન્ના હતી એમ જરૂર જણાઈ આવે છે. “એ પછી બાકી જે કાંઈરીએ હમારૂં દેવું આપતાં તેને માલેક તા. (તથા) ધણી હમારે વારસ તા. છેક ભાઈ ખીમચંદ વી. મેતીચંદ છે.” આ શબ્દમાં વારસને કુલ વારસ નીમવાના ઉલેખ સાથે પણ દેવું દેવાની