________________
શેઠ મોતીશાહ
૧૯૯ વહીવટનું સર્વ કામકાજ શેઠ અમરચંદ દમણ કરતા હતા. સં. ૧૮૯૦ સુધીને એ કંપની ભાગીદારીને હિસાબ થ હતો અને ત્યાર પછીને કરવાનો હતો. તેમાં શેઠના સાતથી સાડાસાત લાખ રૂપિયા નફાના જમે હતા એમ વીલની ચોથી ક્લમ પરથી જણાય છે. આ વહીવટમાં પણ અફીણ અને રેશમનું કામ ચાલતું હતું અને આડતનું કામ પણ મેટા પાયા પર થતું હતું. કલકત્તાથી બંગાળી અફીણ ચીન મેકલવામાં આવતું હતું અને મુંબઈથી માળવી અફીણ ચઢાવવામાં આવતું હતું. શેઠના ભાગીઆ અમરચંદ ખીમચંદ દમણું દમણના રહેવાસી હતા અને શેઠ મોતીશાહના પ્રધાન સલાહકાર હતા અને શેઠ સાથે ખૂબ સંબંધ રાખતા હતા. શેઠ મોતીશાહના ભરોસાપાત્ર હાઈ એણે વ્યાપારને ખૂબ વધારી દીધો હતો અને સાથે પોતે ધર્મ શ્રદ્ધાવાન અને ક્રિયારુચિ હોઈ શેઠની ધર્મ–ભાવનામાં પણ સાથે રહી વધારે કરનાર હતા. આ વહીવટ ધીક્ત ચાલતું હતું અને શેઠ મોતીશાહના અવસાન વખતે એની ઊંચામાં ઊંચી પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું.
(છ) શેઠ નાનજી જેકરણના નામને કલકત્તામાં વેપાર ચાલતે
હતે તેમાં શેઠ મોતીચંદની પાંતિ આના નવની હતી
અને તે પાંતિમાં ભાગીદાર તરીકે શેઠના પુત્ર ખીમ- ચંદભાઈનું નામ આપવામાં આવ્યું હતું. મુંબઈમાં