________________
૧૮૬
નામાંકિત નાગરિક આના દરેકના આકાર જુદા હેવા ઘટે, પણ સહસ્ત્રકૂટમાં
તે એક સરખી મૂકાય છે. ૪ શાશ્વતા તીર્થકરની ચાર પ્રતિમા, ૧ ઋષભાનન, ૨
ચંદ્રાનન, ૩ વારિષણ અને ૪ વર્ધમાન.
૧૦૨૪
આ રીતે સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ મૂર્તિઓ હોય છે. એનાં નામે જાણવાની જિજ્ઞાસા હોય એમણે “તીર્થકરોની નામાવલી નામની પુસ્તિકા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી બહાર પાડી છે તે જોઈ લેવી. આ સહસકૂટનું આરાધન થઈ શકે છે. તેની વિધિ વગેરે માટે સદર પુસ્તક જેવું.
(૧૯) શા.મેહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાને નામે તેમના પુત્ર શા. સાકરચંદના વિધવા પત્ની શ્રીમતી એલઝાબાઈએ બહારના ભાગમાં બીજું મંદિર કરાવ્યું છે. તેને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. આ દેરાસરને પ્રવેશ મહાત્સવ સં. ૧૯૦૭ ના મહા સુદ ૧૩ને રેજ થયો છે. મૂળનાયક શ્રી વિમળનાથ પ્રભુ છે. પ્રતિમાની વિગત મળતી નથી.
આ રીતે મુખ્ય મંદિરોની વાત થઈ અંદરના લગભગ સર્વ મંદિરે સાથે જ તૈયાર થયા જણાય છે. મંદિરની ચારે તરફ થઈને ૧૮૭ દેરીઓ છે. તેમાં જુદા જુદા શહેરનાં ભાવિકેએ પ્રતિમા ત્યાર પછી સ્થાપન કર્યા છે. ઉપલબ્ધ થતી હકીકત પત્રકરૂપે પરિશિષ્ટમાં આપી છે. આ સર્વ દેરીઓમાં
* આ બેમાં એક મંદિર પાંચ શિખરવાળું છે. આવું મંદિર આ ગિરિરાજ ઉપર એક જ છે.