________________
શેઠ મોતીશાહ
૧૮૫ છે તે ગણતરીમાં સાથે ગણવાના છે, સહસ્ત્રકૂટમાં નીચે પ્રમાણે તીર્થકરોનો સમાવેશ કરી અતીત, અનાગત અને વર્તમાન ૩૦ ચોવીશી, વિહરમાન મહાવિદેહના તીર્થકર વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે છે – ૭૨૦ પાંચ ભરત અને પાંચ ઐરાવત–એ દશ ક્ષેત્રની અતીત,
અનાગત અને વર્તમાન એ ત્રણ ત્રણ કાળની ૩૦
ચોવીશીના તીર્થકર ૭૨૦. ૧૬૦ ઉત્કૃષ્ટો કાળ જે અવસર્પિણમાં ચોથા આરાના મધ્યમાં
અને ઉત્સર્પિણમાં ત્રીજા આરામાં મધ્યમાં આવે છે અને જ્યારે મનુષ્ય સંખ્યા સવિશેષ હોય છે ત્યારે પાંચ ભરત, પાંચ એરવતમાં એક એક તીર્થકર વિચરતા હોય અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં દરેકમાં એક એક તીર્થકર વિચારતા હોય છે. ચાલુ વીશીમાં શ્રી અજિતનાથ ભગવાનને વારે એમ થયું હતું. વિહરમાન તીર્થકરો અત્યારે પાંચ મહાવિદેહમાં
વિચરે છે તે. ૧૨૦ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરેનાં પાંચ
પાંચ કલ્યાણક-ઉત્પત્તિ(ચ્યવન), જન્મ, દીક્ષા, કૈવલ્યપ્રાપ્તિ અને મેક્ષગમનની ૧૨૦ મૂતિઓ. શરૂઆતના ૭૨૦ માં પણ એવેશ મૂર્તિઓ આવી ગઈ તે વર્તમાન ચોવીશીના ચાવીશ તીર્થકરની સિદ્ધાવસ્થાની સમજવી, જ્યારે આમાં પ્રત્યેકની પાંચ પાંચ આવે તે કલ્યાણકની સમજવી.