________________
૧૮૪
નામાંકિત નાગરિક તરફથી ચાલે છે. અમદાવાદ શહેરની બહાર વાડીનું ભવ્ય દેરાસર બંધાવનાર આ જ સખી ગૃહસ્થ હતા અને આબૂને અસાધારણ માટે સંઘ કાઢનાર અમદાવાદના ત્રણ શેઠે પૈકી તેઓ એક હતા.
મોતીશાહ શેઠની ટુંકના ગઢની બહાર બેસવાના ધાબા પાસે રામપળથી દાખલ થતાં જમણી બાજુ બે દેરાસર છે જે મેતીશાહ શેઠની ટુંકમાં જ છે અને તેને વહીવટ પણ સદર ટુંક સાથે જ થાય છે તે (નં. ૧૮ અને નં. ૧૯) નીચે પ્રમાણે છે.
(૧૮) પાછળના ભાગમાં મૂકેલ ડેલીની દક્ષિણ તરફ સહસ્ત્રકૂટ છે. એની ઉપર શિખર છે અને ચારે તરફ ચેકીઓ છે. મેતીશાહ શેઠની આખી ટુંકમાં ડાઠા પાસે આવેલા કાટકડાને પથ્થર વાપરવામાં આવેલ છે ત્યારે આ સહસ્ત્રકૂટ(લેકમાં જેને “સેસકુટ' કહેવામાં આવે છે તે)માં ધ્રાંગધ્રાને પથ્થર વાપરવામાં આવ્યા છે. કાટકડાને પથ્થર સેન્ડસ્ટેન હોય છે, જ્યારે ધ્રાંગધ્રા ને કાળો પથ્થર ખારા પથ્થરના નામથી ઓળખાય છે. આ સહસ્ત્રકૂટ મંદિરનું કામ બહુ બારીકીથી જોવા લાયક છે. શિલ્પની નજરે કારીગરે એ બહુ ચીવટથી એ કામ કર્યું જણાય છે અને ખાસ કરીને એની ચેકીઓ નીરખવા લાયક છે. આ દેરાસર સુરતવાળા શેઠ નવલભાઈએ બંધાવ્યું છે.
સહસ્ત્રકૂટ એટલે એક હજાર ને વીશ પ્રતિમાજીવાળું મંદિર કરવામાં આવે છે. આ મંદિરનાં ઉપર ચાર મુખ