________________
શેઠ મોતીશાહ
૧૮૩ (૧૭) મુખ્ય મંદિરની લગભગ સીધી લાઈનમાં ઉત્તર બાજુએ અમદાવાદવાળા શેઠ હઠીસીંગ કેશરીસીંગનું પૂર્વાભિમુખ પાંચ શિખરવાળું દેરાસર છે. આ દેરાસરને એક લાઈનમાં ત્રણ ગભારા છે અને તે ઉપર ત્રણ શિખરે છે અને બે શિખરે મંડપની બાજુના ચેકીઓને લગતા છે. આ મંદિરની બાંધણી પણ સરસ દેખાય છે. આ દેરાસરમાં મૂળનાયક ધર્મનાથ મહારાજ છે. દેરાસરમાં ૨૩ અને બે દેરીમાં ૧૪ મળી ૩૭ આરસના પ્રતિમાજી એ દેરાસરમાં છે અને ૭ બિંબ ધાતુના છે. શેઠ મોતીશાહ અને શેઠ હઠીસીંગ કેસરીસીંગને વ્યાપાર–સંબંધ ઘણે ગાઢ હતું અને ધર્મને આવકારદાયક હતો, જે હકીકત આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. આ શેઠ કેશરીસીંગ ભારે સાહસિક અને ભાગ્યવંત કુશળ વ્યાપારી હતા. એમનો પરિચય થોડો અગાઉ આપ્યો છે. નાની વયમાં મહાન કાર્ય કરનાર, અસાધારણ કાર્ય કરવાના સ્વપ્નાં સેવનાર અમદાવાદના એ ધર્મિષ્ટ લક્ષમીપતિનું આખું ચરિત્ર વિચારવા એગ્ય છે. જેના કામના વ્યાપારીઓમાં મુંબઈ તથા અમદાવાદમાં અગ્રપદ ધરાવનાર એ કુશળ પ્રભાવિક પુરુષનું ચરિત્ર ખાસ સમજવા અને સંગ્રહવા જેવું છે. આ દેરાસરની પ્રતિષ્ઠા જરા મોડી થઈ હોય એમ જણાય છે. બાકીના સર્વ દેરાસરના બિબ પ્રવેશમહત્સવની તારીખ સ. ૧૯૯૩ ના મહા વદ ૨ ની જ છે, ત્યારે આ દેરાસરને મહત્સવ ૧૮૯૩ અને ૧૯૦૦ ના વચ્ચે થયેલ જણાય છે. કદાચ પાટલી નીચેથી ઉલ્લેખ મળી આવશે તે નેટમાં આપવામાં આવશે. આ દેરાસરને વહીવટ અત્યારે પણ શેઠ હઠીભાઈના કુટુંબીઓ