________________
૧૮૨
નામાંકિત નાગરિક
મળી શકી નથી પણ એ સાવધાનીપૂર્વક સર્વ બાબતમાં સલાહ આપનાર અંગત મિત્ર હતા એમ તે અનેક પ્રસંગે પરથી જણાય છે. બનવાજોગ છે કે કદાચ તેઓ મોતીશાહ શેઠના મુનીમ અગાઉ હોય અને પછી વ્યાપારમાં ધન મેળવીને નેકરને સ્થાનેથી મિત્ર-સલાહકાર સ્થાને ચઢ્યા હોય. ગમે તેમ હોય પણ એટલું તો જરૂર જણાય છે કે શેઠ અમરચંદ દમણે બહુ વ્યવહારુ ધર્મનિષ્ઠ અને ઉદ્યોગી હતા. શેઠના સ્વર્ગગમન પછી ખીમચંદભાઈના તે જમણા હાથ સમાન હતા, એ તે હવે પછી આવવાના અનેક પ્રસંગે જોવામાં આવશે. એમણે આ મંદિર મટે ખરચે બંધાવ્યું અને બિબપ્રવેશોત્સવ પણ મુખ્ય દેરાસરની સાથે જ કર્યો. પણ નેધવા જેવી બાબત એ છે કે–એમણે પોતાના તરફથી દેરાસરના ખર્ચ માટે બંદોબસ્ત કર્યો, મેટી રકમ તેના ખરચ માટે કાઢી અને મેતીશાહ શેઠની ધર્મશાળામાં જ તેને વહીવટ રાખી તે માટે ખાસ ધન અને માણસની વ્યવસ્થા કરી. મોતીવસહીના ટુંકના તેમના દેરાસરની વ્યવસ્થા હજુ પણ તે વહીવટથી થાય છે. આમાં કાર્યકરની વ્યવસ્થા વિચારવા લાયક છે. લાખ ખરચીને મંદિર કરાવવામાં આવે અને તેના ભવિષ્યના ખર્ચ–નિભાવ માટે કાંઈ વ્યવસ્થા ન કરવામાં આવે, એને બેજે કેના ઉપર પડે છે તે સમજી શકાય તેવી વાત છે, પણ દીર્ઘ નજરે આવી વ્યવસ્થા કરી રાખવી અને નિભાવખર્ચ માટે રોકડ કે જમીન અલગ કાઢી રાખવી એ ધર્મની ભાવના અને પિતાની ફરજને ખ્યાલ જરૂર બતાવે છે.