________________
શેઠ મેાતીશાહ
૧૮૧
ભાગ આધુનિક પદ્ધતિએ બનેલ છે, તે ટુંકના સ્થાપત્યથી જુદો પડી જાય છે અને શિલ્પના નિયમને વિકૃત કરનાર હાઇ ટુંકના દેખાવને બગાડે છે અને અતિભક્તિ તેમજ આવકનું સાધન વધારવા જતાં વિવેક રહેતા નથી તેના નમૂના પૂરા પાડે છે. રાયણ પગલાંની સ્થાપના મૂળ મંદિરની સાથે શેઠશ્રી તરફથી કરવામાં આવી છે.
(૧૫) શેઠ દેવચંદ કલાણુચંદનું મંદિર પ્રથમ આવે છે. તે સુરતના રહેવાસી જણાય છે. આ મંદિરમાં આરસનાં ૨૨ અને ધાતુનાં ૧ ખિંબ છે અને મૂળનાયક શ્રી અજિતનાથ મહારાજ છે,
(૧૬) મુખ્ય દેરાસરની લગભગ સીધી બાજુએ દક્ષિણ દિશાએ શેઠ અમરચંદ પ્રેમચંદ ઇમણીનું દેરાસર છે. એ પણ નં. પ ની માફક પૂર્વાભિમુખ છે. અને હઠીભાઇના દેરાસરને મળતા જ એના ઘાટ છે. તફાવત માત્ર એટલેા જ છે કે એમણે શિખર ત્રણ કર્યા. જ્યારે હઠીભાઈએ એ ચાકી પર એ શિખર વધારે કરી પાંચ શિખર બનાવ્યાં છે. આ દેરાસરમાં રત્નના સ્વસ્તિક ( સાથીઆ) છે. આ દેરાસરમાં મૂળનાયક પંદરમા ધર્મનાથ છે, એટલે શેઠ હઠીભાઇ અને આ બન્ને દેરાસરામાં સામ્ય ઘણું છે. દેરાસરમાં ૪૧ આરસની પ્રતિમા છે, જ્યારે ૭ અણુસ્થાપિત પ્રાહુણા છે અને ૯ ધાતુના બિંબ છે. શેઠ અમરચંદ દમણી મેાતીશાહ શેઠના ખાસ સલાહકાર અને તેમના સ્વગમન બાદ શેઠના પુત્ર ખીમચંદભાઈના અંગત સલાહકાર અને મિત્ર હતા. તેમના શેઠ મેાતીશાહ સાથે વ્યવહાર સંબંધ કેવા પ્રકારના હતા તેની કાંઈ વિગત
હતા