________________
શેઠ મોતીશાહ
૧૭૯ ગણી શકાય. શેઠ કીકાભાઈની સેવાભાવના અને વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતા અને મધ્યમ વર્ગના વારી (સમસ્ત ગોહિલવાડના મુંબઈમાં વસનાર વેતાંબર જેને )ના આગેવાન હોઈ એમણે સેવા–ભાવથી જનતામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને પોતાની સમસ્ત પુંજી ધર્મભાવે અર્પણ કરી ગોઘારી સમાજનું નામ ગણનાપાત્ર કરી ગયા છે.
(૧૩) પાછળની એ ડેલીની દક્ષિણ દિશાએ સહસ્ત્રકૂટ (નં. ૧૮) છે ત્યારે ઉત્તર દિશાએ સહસ્ત્રફૂટ જેવું જ તેના જવાબરૂપ ૧૪પર ગણધરના પગલાનું મંદિર અને માથે ચતુર્મુખ તીર્થકર છે. આ ચતુર્મુખ ગણધર પગલાંવાળા મંદિરનું કામ કાટકડાના પથ્થરનું છે. આ મંદિર સુરતવાળા શેઠ નેમચંદકેશરીચંદે બંધાવ્યું છે. તેમાં ગણધર પગલાં ઉપરાંત ધર્મનાથ મહારાજ-. ની સ્થાપના કરવામાં આવી છે અને એ દેરાસરમાં કુલ ૧૨ આરસનાં અને ૭ ધાતુનાં બિબે છે. તીર્થકર મહારાજ પ્રથમ દેશના આપે તે વખતે જે ભગવાનના શિષ્ય થાય તે તેમના ગણધર કહેવાય છે. એ દરેકનો માટે પરિવાર હોય છે. એ રીતે ચોવીશે તીર્થકરના ૧૪૫ર ગણધરોની પાદુકા કરવાને રિવાજ છે. એ ગણધરને ભગવાન ત્રિપદી આપે – વા, વિમે વા, ધૂવે વા આ ત્રણ પદ ઉપર અંતમુહૂર્ણ વિચાર કરી આખી દ્વાદશાંગીની રચના ગણધર કરે છે અને તીર્થને પ્રચાર અને પ્રસાર કરે છે. એ ગણધરોની સંખ્યા પહેલા તીર્થકરથી ચોવીશમા તીર્થકર સુધીની (પ્રવચનસારોદ્ધાર પંદરમા દ્વારા પ્રમાણે, પ્રકાશક શ્રી જે. ધ. પ્ર. સ. પૃ. ૮૬,પ્ર ૨. ભા. ૩ જે.) નીચે પ્રમાણે હોય છે.