________________
૧૭૮
નામાંકિત નાગરિક મંદિર છે. એને ત્રણ ગભારા છે અને મંડપ ખુલ્લે છે. આ દેરાસર નાજુક અને સુંદર છે. એ પાટણવાળા દેવચંદ જેચંદના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. આ ચારે નામને પિતા પુત્રને સંબંધ જણાય છે. એમાં શ્રી મહાવીર સ્વામી મૂળનાયક તરીકે સ્થાપવામાં આવ્યા છે. આખા મંદિરમાં કુલ ૨૭ આરસનાં અને ૨ ધાતુના બિબ છે અને તેને પ્રવેશ મહત્સવ પણ મુખ્ય મંદિરની સાથે જ થયે જણાય છે.
(૧૨) મુખ્ય મંદિરની પાછળ દક્ષિણ દિશાએ ઉત્તરાભિમુખ ગેઘાવાળા શેઠ કીકાભાઈ ફુલચંદનું દેરાસર છે. તેની ઊભણી સારી છે. એ દેરાસરને ત્રણ શિખર છે. આ દેરાસર શેઠ કીકાભાઈને નામથી ઓળખાય છે, પણ શેઠ મોતીશાહના વખતમાં તેમના પિતા કૂલચંદ કપુરચંદ હયાત હતા અને તેઓ શેઠ મોતીશાહના વિશ્વાસુ ગુમાસ્તા કે મુનીમ હતા તેમણે આ દેરાસર બંધાવ્યું હતું. મુંબઈના ગોડીજી મહારાજના મંદિરને વહીવટ શેઠ કીકાભાઈએ ઘણાં વર્ષો સુધી સંભાળે તેથી આ દેરાસર કીકાભાઈનું કહેવાય છે, પણ તારીખ મેળવતાં એ શેઠ ફુલચંદ ગોઘારીનું ગણાવું જોઈએ એમ મારું માનવું છે. આ દેરાસરમાં આરસનાં ૨૫ બિંબ અને મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અને એને પ્રવેશ મહોત્સવ પણ મુખ્ય મંદિરના મહોત્સવ વખતે સં. ૧૮૯૩ ને મહા વદ ૨ ને રેજ થયે હતે. શેઠ ફૂલચંદ સંબંધી કાંઈ હકીક્ત મળતી નથી. શેઠ કીકાભાઈ સંબંધી અનેક વિગતે કર્ણોપકર્ણ ઉતરી આવેલી સાંભળી છે, પણ તે આ વૃત્તાંતમાં ભાગ્યે જ પ્રસ્તુત