________________
૧૭૨
નામાંક્તિ નાગરિક બાજુએ શેઠ વીરચંદભાઈના દેરાસરની બરાબર સામે બાબુ પરતાપલાલ જોઈતાદાસ મુંબઈવાળાનું ચામુખનું દેરાસર છે. એની રચના જોતા તે નં. ૪ ને મળતી છે. એના મુખમાં મૂળનાયક પદ્મપ્રભુ મહારાજ છે. એ દેરાસરમાં આરસનાં ૩૫ અને ઘાતનાં એક બિબ છે. આ દેરાસરને લગતી ૧૧ દેરીઓ અગ્નિ અને નૈઋત્ય કોણમાં છે, જેની વિગત દેરીઓની વિગત સાથે પરિશિષ્ટ રમાં આવશે. આ બન્ને મુખજીના દેરાસર બે બે માળ (મજલા)ના છે અને મુખ્ય દેરાસરની બાજુ પર હાઈ ટુંકની શોભામાં ખૂબ વધારે કરી રહ્યા છે. આ પરતાપમલ અસલ ખંભાતના હતા. એમ કહેવાય છે કે તેઓ મેતીશાહ શેઠના મામા થતા હતા. શેઠ મોતીશાહ અસલ ખંભાતથી મુંબઈ આવ્યા હતા, તેથી તેમના મામા ખંભાતમાં હેય તે બરાબર લાગે છે. આ શેઠ પરતાપમલ જોઈતાદાસ પ્રતિષ્ઠા કે મહોત્સવ વખતે હૈયાત હોય એમ લાગતું નથી, પણ તેમના પુત્ર વમળચંદ અને તેમની ભાર્યા (વિધવા) કેવળીબા હયાત હતા. તેઓ ખંભાતને સંઘ લઈ પાલીતાણે આવ્યા હતા. એની વિગત તેમના મુનીમના એક પત્ર પરથી જણાય છે. તે વાત તેને યોગ્ય સ્થાને હવે પછી આવશે.
(૪) મેતીશાહની ટુંકમાં પેસતાં જમણું તરફ ઉત્તર બાજુએ શેઠના મુનીમ વીરચંદભાઈ ભાઈચંદ ઘેરાવાળાના ચિમુખ છે. ચારે દિશાએ ચાર બિંબ હેય તેને ચોમુખ કહેવામાં આવે છે. એમના મુખમાં મૂળનાયક ઋષભદેવ (આદિનાથ) છે. એ દેરાસરમાં ૩૨ પ્રતિમા આરસના છે