________________
શેઠ મોતીશાહ
૧૭૩
અને ૧ ધાતુના છે. આ મુખની ચેજના ખાસ જોવા લાયક છે. એના સર્વ બિબે આફ્લાદક છે અને બાંધણ સ્થાપત્યનું ગૌરવ વધારે તેવી છે. આ મંદિરમાં સુંદર ભેંયરું પણ છે અને તેની યેજના નીરખવા લાયક છે. આ દેરાસરને લગતી ચેકીમાં આગળ બે દેરીઓ છે.
(૫) શેઠ નાનજી જેકરણ માંગળવાળાનું ચામુખનું મંદિર ઉપરના કીકાભાઈ શેઠના મંદિરની સામી બાજુએ મુખ્ય મંદિરની પાછળ ઉત્તર દિશાએ કીકાભાઈના મંદિરને જવાબ રૂપે છે. એમાં મૂળનાયક ચંદ્રપ્રભુ બિરાજમાન કરવામાં આવ્યા છે, એમાં ૨૧ આરસનાં અને ૧ ધાતુનાં બિંબ છે. આ માંગરોળવાળા નાનજીભાઈ ભારે સાહસિક હતા અને મેતીશાહ શેઠના બહોળા કામકાજને અંગે આડતીઆઓ સાથે રૂબરૂ કામ હોઈને તે માટે નાનજીભાઈને ચીન મેલ્યા હતા તે બાર વર્ષે પાછા આવ્યા એ હકીકત અગાઉ નોંધાઈ ગઈ છે. આજુબાજુની હકીક્ત પરથી માંગરોળવાળા નાનજીભાઈ શેઠના સાહસિક મુનીમ હતા એમ માનવાને મજબૂત કારણ મળે છે. એમ કહેવાય છે કે–જે વહાણ બાર વરસે મુંબઈ પાછું આવ્યું. તે વહાણને કુલ નફે નાનજી ચીનાઈને શેઠે આપ્યો અને તેણે તે શત્રુંજય પર મંદિર બાંધવામાં ખર. એમનું મંદિર સુંદર છે. એમાં ભેય પણ છે. આ હકીકત દંતકથારૂપે છે કે એની ઘટનામાં કોઈ ફેરફાર છે તે આટલાં વર્ષોને આંતરે કહેવું મુશકેલ છે, પણ એવી અસલ વાત તો મુદ્દાસરની જણાય છે અને તેમ હોય તે સાહસિક વાણું આ