________________
શેઠ મેતી શાહ
૧૭૧ (૨) મૂળનાયક આદિનાથના દેરાસરની બરાબર સામે પુંડરીક ગણધરનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પુંડરીક ગણધરની મૂર્તિ આ આખા સિદ્ધાચલ પરની સર્વ મૂર્તિઓમાં કળાની નજરે અગ્રસ્થાન ભેગવે છે. એ પ્રતિમાજીમાં સૌમ્યતા, ભવ્યતા અને સરખાઈ અજબ રીતે ઓતપ્રત કરવામાં આવ્યા છે. એક કળાપ્રિય નિષ્ણાત જાતે જૈનેતર હોવા છતાં આ મૂર્તિ જોઈને આશ્ચર્ય પામી ગયા અને એણે જણાવ્યું કે–પોતે હજારો મૂર્તિઓ જોઈ છે, પણ આ મૂર્તિ સાથે સરખામણું ન થઈ શકે. એણે કહ્યું કે ખરેખર, એને ઘડનારે પિતાની અકકલ અને આવડતને પૂરે ઉપગ કર્યો છે.
એ દેરાસરને પથાર ઘણે ઊંચો છે, પણ સ્થાપત્યના નિયમ અનુસાર છે. નિયમ એ છે કે–મૂળનાયકની નાસિકાને ઉપરનો ભાગ અને સામે પુંડરીકસ્વામીની નાસિકાને ઉપરને ભાગ બરાબર એક જ ભૂમિકા (લેવલ level) પર જોઈએ, એમાં એક દોરાવાને પણ ફેર પડી ન જોઈએ. એના માપ કેવી રીતે થયાં હશે અને લેવલ કેમ લેવાયું હશે તે તો આજે અગમ્ય પ્રશ્ન છે, પણ નાકના ટેરવાના લેવલમાં એક દેરાવાને પણ ફેરફાર નથી એ હકીકત છે.
પુંડરીક ગણધર એ આદિનાથ ભગવાનના પૌત્ર થાય અને એમની મૂર્તિ બેસાડવી એ પણ જીવનનો લહાવો ગણાય છે. આ પુંડરીકસ્વામીના મંદિરમાં ૨૩ આરસની પ્રતિમાઓ છે અને રૂપા તથા ધાતુના ૩ અને ૪ બિંબે છે.
(૩) મેતશાહ શેઠની ટુંકમાં પેસતાં ડાબી તરફ દક્ષિણ