________________
૧૭૦
નામાંકિત નાગરિક અથવા રૂપાબાઈની ઊભી મૂર્તિ છે. તે મૂર્તિની નીચે આ પ્રમાણે લેખ છે.
“सं. १९०३ ना शाके १७६८ ना प्र. माघमासे सुदम् पक्षे ५ भी तीथौ भृगु वा. श्री मुंबइबंदरे वास्तव्य ओशाज्ञाति नाहागोत्रे सा श्री प शा. मोतीचंद तस्य माजी बाइ रुपबाइनी मूर्ति भाइ क्षेमचंदेन भरापीतं. पटहतः खरतर पीपलीआ गच्छे भट्टारक श्री जिनमहेन्द्रसूरीश्वरजी राजे. श्री.”
એમ જણાય છે કે બિંબપ્રવેશ મહોત્સવ પછી દશ વર્ષે આ મૂર્તિ ગેખમાં પધરાવવામાં આવી છે. આ મૂર્તિ પધરાવવાને વિચાર શેઠ ખીમચંદભાઈને પછી થયે હશે એમ અનુમાન થાય છે. પ્રતિષ્ઠા વખતે જે મહેદ્રસૂરિ ખરતરગચ્છના આચાર્ય હતા તે આ બિબસ્થાપન વખતે ખરતરગચ્છના ગચ્છાધિપતિ થયા હોય એમ લેખ પરથી જણાય છે. ખરતરગચ્છની પટ્ટાવળી જોતાં આ હકીક્તની ચોખવટ થઈ શકશે. મૂળનાયક શ્રી આદિનાથનું બિંબ જેમ ખૂબ આકર્ષક છે તેમજ આ બન્ને બાજુના નાયક શ્રી શાંતિનાથ તથા શ્રી સુપાર્શ્વનાથનાં બિંબ પણ બહુ સુંદર છે. બિબની સુંદરતા નાક, હડપચી, કપાળ અને લલાટ પર મુખ્યત્વે કરીને અવલંબે છે. મૂળનાયકની પ્રત્યેક આંગળી અને નખ પણ કેવી કારીગીરીથી બનાવેલા છે તે જરા અવલોકન કરીને જોવા લાયક છે. શાસ્ત્ર પ્રમાણ સમચતુરસસંસ્થાન નખશિખ જળવાયું છે અને ઘડનારે કળાત્મક દષ્ટિએ એમાં પ્રાણ રેડ્યાં છે. આ હકીકત કળાની દષ્ટિએ ધ્યાન આપવા લાયક છે, સમજવા ગ્ય છે અને વણિક કેમ કળાને સમજી શકે છે એમ બતાવનાર છે.