________________
શેઠ મોતીશાહ
૧પ૯
છે. શેત્રુજીને રસ્તેથી ઉપર આવવાની અલગ “પાગ” માર્ગ છે, જરા વિષમ છે, પણ એમાં વાત એ છે કે શેત્રુજીથી પાણીના હાંડા ચાર આના ખરચી પાણી મંગાવ્યું, પણ કામ અટકવા ન દીધું. એક હાંડામાં ચાર ગેલન પાણી સમાય, એટલે હજાર ગેલનના રૂા. ૬૨-૮-૦ થયા, એટલે શહેરના લોકે પણ પાણીના ભાવને ક્યાસ કરી શકશે. પેલા રાસડામાં પણ શેત્રુજીનાં પાણી મંગાવ્યા ” નો ઉલ્લેખ છે. આ હકીકત કામની ધગશ, ઉદારતા અને શીઘતા બતાવે છે.
આજુબાજુથી-આદિપુર, ઘેટીથી મજૂરોને લાવવામાં આવ્યા, ધ્રાંગધ્રા, પોરબંદરથી સલાટે તેડાવ્યા, સામે કાંઠેથી ઘાટીઓને બોલાવ્યા અને એ રીતે પાયાથી મંડાણ માંડીને ખૂબ ઉત્સાહથી બાંધકામ શરૂ કરાવ્યું. ખાતમુહૂર્તથી માંડીને અવારનવાર શેઠ કામ જેવા પાલીતાણે આવતા ગયા. આ કામમાં શેઠ મોતીશાહના મુખ્ય કાર્યવાહક અને પ્રધાન સલાહકાર શ્રીયુત અમરચંદ ખીમચંદ દમણી અને ધેરાવાળા મુનીમ વીરચંદભાઈ હતા. ઘારી કલ્યાણજી કહાનજીના પુત્ર દીપચંદભાઈ જે બાલાભાઈના નામથી પ્રસિદ્ધ છે એ પણ કામમાં ખૂબ સહાય અને સલાહ આપતા રહ્યા અને એ રીતે મંદિર બંધાવવાનું કામ શરૂ થયું. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કેતળાવ પૂરીને તે પર કામ લેવાનું નહતું, ભરણું ભરીને મુંબઈના પરાઓ કે મરીન ડ્રાઈવની પદ્ધતિએ કામ કરવાનું નહોતું, જમીનના ખાડા પાડી તે પર સીમેન્ટના પોલ નાખી તે પિોલ પર દેરાસર કરવાનું નહોતું. આ દેરાસરમાં તે