________________
૧૬૦
નામાંક્તિ નાગરિક
.
સેંકડો વર્ષ ચાલે તેવા મજબૂત પથ્થરના પાયાથી કામ લેવાનું હતું તેથી પાયા કુંતાસરમાં નાખ્યા અને કામ એવું મજબૂત કર્યું છે કે થાડા વર્ષ પર એ ટુકના ચાકમાં આરસ ખાંધવા ઠર્યા ત્યારે ધાખાના તાડતા ટાંકણાં તૂટી જતા હતા, પણ ધાબાને તેાડવા મુશ્કેલ પડતા હતા. અત્યારે દેરાસર-ટુંક અંધાયાને સૌ વર્ષ થયા છે, પણ એક કાંકરી ખસી કે ઢીલી પડી હોય તેમ લાગતું નથી.
આવી રીતે ખૂબ ઉત્સાહથી પૈસાની ગણતરી રાખ્યા વગર કામ શરૂ કરાવવામાં આવ્યું. ઘણી ગણતરીથી, ખૂબ ચીવટથી અને પૈસાના ખરચના હિસાબ વગર આ રીતે ટુંક રચનાનુ કામ શરૂ કરવામાં આવ્યું અને એ કામ જેમ બને તેમ જલદી પણ ગેરવ્યાજખી ઉતાવળ કર્યા વગર આગળ ધપાવવાનું ફરમાવવામાં આવ્યું. જ્યાં પથ્થર રાજુલા, ધ્રાંગધ્રા તથા પારખ દરથી મંગાવવાના હાય, આરસ મારવાડ-મકરાણાથી મંગાવવાના હાય અને મજૂરા દેશ-દેશાવરથી તેડાવવાના હોય ત્યાં વખત તા જરૂર લાગે. તે વખતે ગાડાંની મારફત જ માલ લાવવાનાં સાધના હતા. નહાતી તે વખતે રેલ્વે ને વેગના કે મેાટરની લારીએ. આ રીતે પથ્થર, મજૂરી સર્વ દૂરથી મગાવી તે પર કામ કરી તે પથ્થરને પાલીતાણામાં ઘડવાના હતા અને ડુંગર પર ચઢાવવાના હતા. તે સાથે અત્યારે જે પ્રકારે વિગતવાર પ્લાના તૈયાર થાય છે તે પ્રકારની પદ્ધતિ નહોતી. પ્લાના કાચા તૈયાર થતા અને તેને ‘ નકશા ’ કહેવામાં આવતા, પણ એમાં સ્કેલ-માપ ખરાબર ન હાઇ, વાર્`વાર