________________
૧૫૮
નામાંક્તિ નાગરિક ગીતે રચાયા હતા. એક ભરવાડનું ગીત હજુ પણ ગવાતું મને મળી આવ્યું છે, તે પરથી મેતીશાહ શેઠની ઉદારતાએ જનતાને કેટલી મુગ્ધ કરી દીધી હશે તેને સાદી ઘરગથ્થુ ભાષામાં ખ્યાલ આવે છે. એ રાસડા પરથી જણાય છે કે—કામ કરવા માટે સામે કાંઠેથી–મુંબઈ કંકણથી ઘાટી મજૂરોને પણ બેલાવ્યા હતા અને તળાજેથી મજૂરો પણ કમાવા આવ્યા હતા. એ રાસડામાં કાળી મજૂરની મહત્તા બતાવી છે તે તે મનુષ્ય સ્વભાવની મેટાઈ લેવાની રીત હશે, પણ એ પરથી જણાય છે કે મજૂરે સર્વ વર્ગના રાખવામાં આવ્યા હતા અને મજૂરે આનંદથી કામ કરતા હતા. આંબાની નીચે ઊંઘનાર મજૂરથી કામ ચાલે નહિ, એવી એમાં વાત કરી છે તેની સાથે “આંબાની ડાળે હીંચકા બાંધ્યા.” એ વાત વાંચતા શબ્દચિત્ર નજર સન્મુખ ખડું થઈ જાય છે અને મજૂર વર્ગ ખૂબ સંતુષ્ટ હશે અને શેઠ મેતીશાહની ઉદારતાના વખાણ હૃદયપૂર્વક કરતા હશે એમ જરૂર લાગ્યા વગર રહે તેમ નથી. એમાં કુંતાસરને પૂરવાના કામથી શરૂ કરીને પ્રતિષ્ઠા મહોત્સવ સુધીના કામની વાતને ઈશારો કર્યો છે તે પરથી જણાય છે કે એને બનાવનાર ભરવાડે બાંધકામના સાત વર્ષને અનુભવ સાદી ભાષામાં ચીતરી નાખે છે.
સં. ૧૮૮૮ ના ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો એટલે પાણીની તાણ પડી ગઈ. તે વખતે બાંધકામ માટે શેત્રુજી નદીથી પાણી મગાવ્યું. તે વખતે એક હાંડા પાણીના ચાર આના મજૂરીના આપવામાં આવતા હતા એવો ઉલ્લેખ મળી આવે