________________
શેઠ, માતીશાહ
૧૫૭
હજારો કારીગરો અને મજૂરોથી પર્યંત હલમલી રહ્યો હતા. જે સ્થાન પર હાલ નરશી કેશવજીની ધર્મ શાળા છે ત્યાંથી માંડીને ગુજરાતી નિશાળ સુધીના ઉઘાડા ચાકમાં માંડવા નાખી ઘડતરનું કામ ત્યાં ચાલતું હતું. ત્યાં હજારો કારીગરો દરરોજ સવારથી સાંજ સુધી પથ્થર ઘડતા મજબૂત પથ્થર ધ્રાંગધ્રા અને રાજુલાથી મંગાવવામાં આવતા હતા. ઘડેલા પથ્થરો મજૂરના માથા પર ડુંગર પર ચઢાવવામાં આવતા હતા. મેટા આમલસારા તથા લાંબા પથ્થરને ઉપર ચઢાવવા માટે સાંગડા, ડાળીએ તથા મ`ચની ગોઠવણ કરવામાં આવી હતી. હાલ જ્યાં પુરખાઈની ધર્મશાળા છે ત્યાં લગભગ ચાવીશ ફીટ ઊંચા એક ધજાગરા તૈયાર કરવામાં આવ્યા હતા. એ ધજાગરા એ મેાતીશાહના કારખાનાના ધર્મધ્વજ હતા. એની આસપાસ એક નાનકડા ગામડા જેટલા કારીગરા અને મજૂરો વર્ષો સુધી કામ કરી રહ્યા હતા. એ સ્થાન પર તા સ. ૧૮૮૮ થી ૧૯૦૦ સુધી કામ ચાલ્યું, બાલાભાઈ તથા હેમાભાઈની ટુંકનું કામ પણ ત્યાં જ ચાલ્યું હતું તે વાતથી ચાક્ખું થાય છે,
*pp
ત્રણ હજાર મજૂરી ઉપર અને નીચે માલ લાવવા લઇ જવામાં રોકાયેલા હોઈ પાલીતાણા શહેર તેા પંદર વર્ષ સુધી મધપુડાની જેમ ગાજી રહ્યું હતું. દેશ પરદેશના મજૂ રા પણ ત્યાં કમાવા માટે માટી સંખ્યામાં ઊતરી પડ્યા હતા અને આખા દેશમાં મુંખઇવાળા મેાતીશાહ શેઠના નામના ડંકા વાગતા હતા.
તે વખતે તે મેાતીશાહના નામ પર અનેક રાસડા અને